બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોંગ્રેસને બેઠું કરવા રાહુલ ગાંધી ખુબ જ સીરિયસ, આજની જ મીટિંગમાં લીધો મોટો નિર્ણય

બેઠક / કોંગ્રેસને બેઠું કરવા રાહુલ ગાંધી ખુબ જ સીરિયસ, આજની જ મીટિંગમાં લીધો મોટો નિર્ણય

Last Updated: 06:32 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવાના પ્રયાસ અંતર્ગત બેઠકોનો દોર કરી હતી. રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીની કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરી હતી. AICCના નેતાઓ અને જિલ્લા નિરિક્ષકો સાથે રાહુલ ગાંધીની બેઠક કરી હતી.

Ahmedabad News : કોંગ્રેસ કે જેનો એક સમયે સુરજ તપતો હતો અત્યાર ખુબ જ ગર્તમાં ધકેલાઇ ચુકી છે. જો કે હવે કોંગ્રેસ ફરી બેઠી થવા માટે તૈયાર છે. રણનીતિ અંતર્ગત તેની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપના ગઢ ગણાતા રાજ્ય ગુજરાતમાં જ તેને પછાડીને કોંગ્રેસ ફરી એકવાર બેઠુ થવા માંગે છે. તેના માટે રાહુલ ગાંધી પોતે ગુજરાત પર સીધું જ ધ્યાન આપી રહ્યા છે. તેઓ ગુજરાતમાં પોતાનું તમામ જોમ ઝોકી રહ્યા છે. આ અંતર્ગત વર્ષોથી સુષુપ્ત થઇ ચુકેલી ગુજરાત કોંગ્રેસની ટોચની નેતાગીરી ફરી એકવાર આળસ મરડીને બેઠી થઇ છે.

મહત્વની કમિટીની રચના કરવામાં આવી

આજે રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીની નેતાઓ સાથેની બેઠક પૂર્ણ થઇ ચુકી છે. કોંગ્રેસના નિરિક્ષકોને પ્રથમ બેઠકમાં જ જવાબદારી સોંપાઈ હતી. 1 કેન્દ્રીય નિરિક્ષક સાથે 4 નિરિક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. 10 દિવસમાં નિરિક્ષકો જે તે જિલ્લાનો રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ અપાયો છે. પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, MP, એક્સ MP, MLA, એક્સ MLAને જવાબદારી સોંપવામાં આવી છે. SC, ST, OBC અને માયનોરિટી ડિપાર્ટમેન્ટના વડા પણ નિરીક્ષક તરીકે જશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પૂર્વ વડાઓ પણ નિરીક્ષક તરીકે જશે. ગ્રાઉન્ડ લેવલથી પક્ષને ફરી બેઠો કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસને ફરી બેઠી કરવા પ્રયાસ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવાના પ્રયાસ અંતર્ગત બેઠકોનો દોર કરી હતી. રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીની કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરી હતી. AICCના નેતાઓ અને જિલ્લા નિરિક્ષકો સાથે રાહુલ ગાંધીની બેઠક કરી હતી. જિલ્લા અને મહાનગરોમાં સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લા પ્રમુખોની નિમણૂંકની જવાબદારી નિરિક્ષકોને સોંપાઈ છે. 5 સભ્યોની ટીમ 45 દિવસમાં કામગીરી પુર્ણ કરશે. બેઠકમાં પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ સહિતના નેતાઓ સામેલ કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી ગુજરાત મામલે ખુબ જ સીરિયસ

5 સભ્યની ટીમ બનશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરશે. આ અંગે નિરિક્ષકોની કામગીરીને લઈને રાહુલ ગાંધી બેઠકમાં માર્ગદર્શન આપશે. બેઠકમાં પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન પર પહોંચ્યા બાદ ગુજરાત કોંગ્રેસની કોર કમિટિની બેઠક યોજાઇ હતી. સાંજે 6 વાગ્યે શાહીબાગ એનેક્સી ખાતે બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં રાહુલ ગાંધીની હાજરી ખુબ જ સુચક અને ગુજરાત પ્રત્યે તેઓ કેટલા સીરિયસ છે તે દર્શાવે છે. આ બેઠકમાં મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત કોર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારો પર ફોકસ

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં બેઠક કરી હતી. જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખોના નામ નક્કી કરવા માટે કવાયત હાથ ધરશે. જિલ્લાદીઠ કામગીરી સોંપવા નિરિક્ષકો સાથે રાહુલ ગાંધીની બેઠક આયોજીત થઇ હતી. કોંગ્રેસના 5 સભ્યની ટીમ 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરાશે. આવતીકાલથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવશે. રાહુલ ગાંધી મોડાસામાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા પછી અભિયાન શરૂ કરાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Congress successful in Gujarat big decision
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ