બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / 'Rahul Gandhi is the biggest TRP for BJP, wants to make him the face of opposition', Mamta Banerjee's big statement

પ્રહાર / ....તો PM મોદીને કોઇ નહીં હરાવી નહીં શકે, મમતા બેનર્જીના નિવેદનથી સૌ કોઇ ચોંકી ઉઠ્યા

Megha

Last Updated: 12:12 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMC કાર્યકર્તાઓને ફોન પર સંબોધિત કરતાં મમતા બેનર્જીએ રાહુલ ગાંધીના બહાને ભાજપ પર પણ નિશાન સાધતાં કહ્યું હતું કે, 'ભાજપ નથી ઈચ્છતી કે સંસદ ચાલે કારણ કે તે રાહુલ ગાંધીને નેતા બનાવવા માંગે છે.

  • મમતાએ રાહુલ ગાંધીના બહાને ભાજપ પર પણ નિશાન સાધ્યો 
  • રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદીની સૌથી મોટી TRP છે - મમતા બેનર્જી
  • યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થવા દઈએ - મમતા બેનર્જી

લોકસભા ચૂંટણી પહેલા ત્રીજા મોરચાની ચર્ચાઓ ઘણી ઝડપી થઈ ગઈ છે અને આ દરમિયાન ટીએમસીના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ પર કટાક્ષ કર્યો હતા આ સાથે જ ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે, 'બીજેપી રાહુલ ગાંધીને નેતા બનાવવા માંગે છે એટલા માટે સંસદ નથી ચલાવવા દેતા. જો રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો હશે તો કોઈ પણ મોદીને ખરાબ નહીં કહી શકે. રાહુલ પોતે મોદીના સૌથી મોટા... વધુ નહીં બોલું પણ તમે સમજી જાઓ

રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદીની સૌથી મોટી TRP છે
જણાવી દઈએ કે મમતા રવિવારે મુર્શિદાબાદ જિલ્લામાં TMC કાર્યકર્તાઓને ફોન પર સંબોધિત કરી રહી હતી એ સમયે મમતાએ રાહુલ ગાંધીના બહાને ભાજપ પર પણ નિશાન સાધતાં કહ્યું હતું કે, 'ભાજપ નથી ઈચ્છતી કે સંસદ ચાલે કારણ કે તે રાહુલ ગાંધીને નેતા બનાવવા માંગે છે. એની પાછળનું કારણ એ છે કે જો રાહુલ ગાંધી નેતા રહેશે તો નરેન્દ્ર મોદીને કોઈ ખરાબ નહીં કહે(કોઈ મોદીને નહીં હરાવી શકે). રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદીની સૌથી મોટી TRP છે. નહીંતર શું ક્યારેય કોઈએ જોયું છે કે વિદેશમાં કોઈએ કંઈક કહ્યું હોય અને અહીં તેને લઈને હોબાળો થયો હોય. 

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થવા દઈએ
મમતાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં કાર્યવાહી ચાલુ રહે અને અદાણી મુદ્દા પર ચર્ચા થાય. LIC પર ચર્ચા થવી જોઈએ. અદાણી પર કેમ વાતચીત નથી થઈ રહી? એલઆઈસી પર વાતચીત કેમ નથી થઈ રહી? શા માટે ગેસના ભાવ પર વાતચીત નથી થઈ રહી? આ બધાને છોડીને યુનિફોર્મ સિવિલ કોડની કોપી બતાવવામાં આવી છે. અમે યુનિફોર્મ સિવિલ કોડમાં માનતા નથી. અમે તેનો અમલ નહીં થવા દઈએ.' 

ત્રીજા મોરચાની તૈયારીઓ ચાલી રહી છે?
હાલ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતા વચ્ચે ત્રીજો મોરચો નવું સ્વરૂપ લેતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે કોલકાતામાં સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આવેલા અખિલેશ યાદવે આ અંગે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું હતું કે અમે ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર રાખશું. . નોંધનીય છે કે તેઓ મમતા બેનર્જીને પણ મળ્યા હતા. અખિલેશે કહ્યું હતું કે ચૂંટણી પહેલા કોઈક રીતે ગઠબંધન થઈ જશે. ભાજપ પાસે પીએમ સિવાય કોઈ ચહેરો નથી. આ પહેલા અખિલેશના JDU નેતા નીતીશ કુમાર અને BRS નેતા કે. ચંદ્રશેખર રાવને પણ મળ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi TMC mamta banerjee rahul gandhi નરેન્દ્ર મોદી મમતા બેનર્જી રાહુલ ગાંધી Mamta Banerjee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ