બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / rahul gandhi in jammu kashmir talked about the lord shiv and islam connection

શ્રીનગર / ભગવાન શિવની વિચારસરણી અને ઈસ્લામ વચ્ચે શું કનેક્શન છે? ભારત જોડોનાં અંતિમ દિવસે રાહુલ ગાંધી બોલ્યાં

Vaidehi

Last Updated: 04:56 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે એક તરફ શિવજીની વિચારધારા છે જેને શૂન્યતા કહે છે. શિવજીની વિચારધારા છે કે પોતાના પર, પોતાના અહંકાર પર અને પોતાના વિચારો પર આક્રમણ કરવું...

  • જમ્મૂ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ
  • રાહુલ ગાંધીએ જનતાને સંબોધિત કર્યું
  • શિવ અને ઈસ્લામની વિચારસરણી પર બોલ્યાં રાહુલ ગાંધી

શ્રીનગરનાં શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં ભારે હિમવર્ષાની વચ્ચે સોમવારે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ યોજાયો. ભારત જોડો યાત્રાનાં સમાપનનાં અવસર પર રાહુલ ગાંધીએ ભગવાન શિવની વિચારધારા અને ઈસ્લામની વચ્ચેનાં કનેક્શનની વાત કરી. તેમણે લોકોને 'ફના' શબ્દનો અર્થ પણ સમજાવ્યો.  

શિવ અને ઈસ્લામની વિચારસરણી પર રાહુલ ગાંધીનું નિવેદન
તેમણે લોકોને સંબોધિત કરતાં કહ્યું કે એક તરફ શિવજીની વિચારસરણી છે. થોડાં ઊંડાણમાં જઈએ તો તેને શૂન્યતા કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે શિવજીની વિચારધારા છે, પોતાના પર, પોતાના અહંકાર પર, પોતાના વિચારો પર આક્રમણ કરવું. તેમણે કહ્યું કે બીજી તરફ ઈસ્લામમાં તેને ફના કહેવામાં આવે છે. વિચારસરણી સમાન છે. 

ભગવાન શિવ અને ઈસ્લામ વચ્ચેનાં કનેક્શન પર રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે 'આપણે જે કિલ્લો બનાવી લઈએ છીએ, પોતાનું જ્ઞાન, પોતાની ચીજોને લઈને તેના પર આક્રમણ કરવું જ શૂન્યતા અને ફના છે. તેમણે કહ્યું કે આ ધરતી પર આ બંને વિચારધારાઓ વચ્ચે ગંભીર સંબંધ છે અને તે વર્ષોથી છે જેના આપણે કાશ્મીરિયત કહીએ છીએ..'

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અંગે વાત કરી
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અંગે વાત કરતાં જણાવ્યું કે 'મને લાગી રહ્યું હતું કે રસ્તો સરળ હશે. મેં વિચાર્યું હતું કે ચાલવું અઘરૂં કામ નથી. થોડો અહંકાર આવી ગયો હતો. તેમણે આગળ જણાવ્યું કે પરંતુ પછી વાત બદલાઈ ગઈ! તેમણે કહ્યું કે કન્યાકુમારીથી  ભારત જોડો યાત્રા શરૂ કર્યાનાં થોડા સમય બાદ ઘુંટણમાં થોડી મુશ્કેલી આવી.' તેમણે કહ્યું કે 'મારો અહંકાર ત્યાં જ ધારાશાહી થઈ ગયો. તેમણે કહ્યું કે પછી વિચાર આવ્યો કે કેવી રીતે ચાલી શકીશ પરંતુ મેં કોઈને કોઈ પ્રકારે આ કામ પૂર્ણ કર્યું. રસ્તામાં ચાલવામાં ઘણીવખત દુ:ખાવો થયો પરંતુ મેં આ દર્દ કોઈપણ પ્રકારે સહન કરી લીધો.'

સંકળાયેલા મુદ્દાઓ

Bharat jodo yatra Srinagar rahul gandhi કોંગ્રેસ ભારત જોડો યાત્રા શ્રીનગર congress bharat jodo yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ