બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / ચિરાગ પાસવાન-જેપી નડ્ડાની મીટીંગમાં રાહુલ ગાંધી! તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
Last Updated: 07:49 PM, 5 September 2024
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચિરાગ પાસવાનની મુલાકાત દરમિયાન, શું તમે વિશ્વાસ કરી શકશો કે જો રાહુલ ગાંધી પણ તેમની સાથે જોવા મળે? આપ આ વાત નહીં માનો ખરેખર આવું બન્યું છે.... જ્યારે ચિરાગ પાસવાન દિલ્હીમાં જેપી નડ્ડા સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી તેમની બરાબર પાછળ જોવા મળ્યા હતા. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવો તમને જણાવીએ શું છે આ સમગ્ર મામલો...
ADVERTISEMENT
જેપી નડ્ડા અને ચિરાગ પાસવાન સાથે રાહુલ ગાંધી
જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ચિરાગ પાસવાન લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા છે અને પૂર્વ અધ્યક્ષ પણ છે. નડ્ડા અને ચિરાગ પાસવાન સાથે હોય તે વાત તો સામાન્ય છે. પરંતુ રાહુલ ગાંધી તેમની સાથે જોવા મળે તે કઇ રીતે બની શકે, કારણ કે રાહુલ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા છે. ગઈકાલે એટલે કે 4 સપ્ટેમ્બરે જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી ગયા હતા. આ દરમિયાન ચિરાગ પાસવાને 6 સપ્ટેમ્બરે જેપી નડ્ડા સાથે તેમની બિહાર મુલાકાત અંગે પણ ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
આ રીતે રાહુલ ગાંધી બન્નેની સાથે
જ્યારે ચિરાગ પાસવાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે તેમને મળવા ગયા હતા. તો આ દરમિયાન જેપી નડ્ડા સોફા પર બેઠા હતા. તો ચિરાગ પાસવાન બીજા સોફા પર બેઠા હતા. પાછળ ટેલિવિઝન ચાલી રહ્યું હતું. એ ટેલિવિઝન પર એક સમાચાર ચાલી રહ્યા હતા. તે સમાચારમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જોવા મળ્યા હતા.
आज भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष सह केंद्रीय मंत्री आदरणीय श्री @JPNadda जी से मुलाकात किया। इस दौरान वर्तमान राजनीतिक बिंदुओं और 6 सितंबर को प्रस्तावित उनके बिहार दौरे को लेकर विस्तृत चर्चाएं हुई। pic.twitter.com/8lBTiopVqw
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 4, 2024
ચિરાગે તસવીર શેર કરી છે
આ વિચાર ઘણા લોકોના મનમાં આવતો હશે. શું ચિરાગ પાસવાન, જેપી નડ્ડા અને રાહુલ ગાંધી ત્રણેય એક સાથે મળ્યા હતા? તો તમને જણાવી દઈએ કે એવું નથી કે રાહુલ ગાંધી મીટિંગ દરમિયાન માત્ર ટીવી પર જ જોવા મળ્યા હતા. અને ચિરાગ પાસવાને પણ આ તસવીર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @iChiragPaswanના ઓફિશિયલ હેન્ડલથી શેર કરી છે, જેના કારણે આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.