નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરી દીધો છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે એમને ચૂંટણી પ્રતાર દરમિયાન ઉત્તેજનમાં આવીને એવું નિવેદન આપ્યું હતું, જેના માટે તેઓ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. રાહુલે રાફેલ મામસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું કે ચૌકીદાર ચોર છે. રાહુલના આ નિવેદન બાદ ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ અરજી દાખળ કરીને રાહુલ ગાંધીની વિરુદ્ધ કોર્ટની અવગણનાની ફરિયાદ દાખલ કરાવી હતી.
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષની વિરુદ્ધ કોર્ટની અવગણના કરવા પર આ નોટિસ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીની નેતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
અવગણના નોટિસના જવાબમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, હાં હું માનું છું કે સુપ્રીમ કોર્ટે ક્યારેય પણ કહ્યું નથી 'ચોકીદાર ચોર છે.' મારી તરફથી આ નિવેદન ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તેજનામાં આપવાામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે હવેથી પબ્લિકમાં કોઇ પણ એવી ટિપ્પણી કરીશ નહીં, જ્યાં સુધી કોર્ટમાં આવી વાત રેકોર્ડમાં કરવામાં આવેલી ના હોય. સાથે જ એમને કહ્યું કે મારા શબ્દોને વિરોધીઓએ ખોટી રીતે રજૂ કર્યા છે.
15 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં અવગણના અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ જણાવ્યું કે અમે આવું નિવેદન ક્યારેય પણ આપ્યું નથી, અમે આ સમસ્યા પર સ્પષ્ટતા માંગીશું.