બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / Rahul Gandhi disqualified as Lok Sabha member : The 72 year old law that stripped Rahul Gandhi of his membership,Could still take a bigger hit

મોટા સમાચાર / 72 વર્ષ જૂનો કાયદો અને લીલી થોમસ કેસ જેના કારણે ગઈ રાહુલ ગાંધીની સદસ્યતા: હજુ મોટો ઝટકો લાગી શકે

Megha

Last Updated: 04:56 PM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 102 (1) (e) અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે

  • રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા થઈ રદ્દ
  • રાહુલ ગાંધી ચાર વર્ષ જૂના માનહાનિના કેસમાં દોષિત
  • શું કહે છે જનપ્રતિનિધિત્વ કાયદો?
  • લીલી થોમસવાળો નિર્ણય જેને કારણે તુરંત છીનવાઇ ગઈ સદસ્યતા 

રાહુલ ગાંધી હવે લોકસભાના સાંસદ નથી રહ્યા. જણાવી દઈએ કે માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્દ થઈ ગઈ છે. લોકસભા સચિવાલયે આ વિશે જાહેરનામું બહાર પાડ્યું છે. 

રાહુલ ગાંધી ચાર વર્ષ જૂના માનહાનિના કેસમાં દોષિત
નોંધનીય છે કે એક દિવસ પહેલા સુરત કોર્ટે રાહુલ ગાંધીને ચાર વર્ષ જૂના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને બે વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી. જો કે આ બાદ તુરંત તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે એ 'મોદી સરનેમ' પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

એ વાત નોંધનીય છે કે રાહુલને સજા મળ્યા બાદ જ તે સાંસદ તરીકે મુશ્કેલમાં મુકાયા હતા. આજે એટલે કે શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 102 (1) (e) અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જણાવી ડી કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી સંસદસભ્ય હતા અને વર્ષ 2019ની ચૂંટણીમાં રાહુલ અમેઠી અને વાયનાડ સીટ પરથી ઉભા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીને હાર મળી હતી પણ વાયનાડમાં મોટી જીત હાંસલ થઈ હતી. 

શું કહે છે જનપ્રતિનિધિત્વ કાયદો?
- વર્ષ 1951માં જનપ્રતિનિધિત્વ કાયદો આવ્યો હતો અને આ કાયદાની કલમ 8 માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય ગુનાહિત કેસમાં દોષિત ઠેરવવામાં આવે છે તો તે દિવસથી આવનાર 6 વર્ષ સુધી એ સભ્ય ચૂંટણી લડી શકશે નહીં. 
- નોંધનીય છે કે કલમ 8(1) માં એવા અપરાધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના હેઠળ દોષિત ઠેરવવામાં આવતા ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ કાયદા હેઠળ બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા, ભ્રષ્ટાચાર, બળાત્કાર જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા લોકો ચૂંટણી લડી શકશે નહીં. જો કે આ કાયદામાં માનહાનિની કોઈ ઉલ્લેખ નથી.
- ગયા વર્ષે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આ કાયદા હેઠળ અપ્રિય ભાષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ વિધાનસભાની ગુમાવી હતી. 
- આ કાયદાની કલમ 8(3)માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે તો તેની સદસ્યતા તરત જ જતી રહે છે અને આવનાર 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં છે.

લીલી થોમસવાળો નિર્ણય જેને કારણે તુરંત છીનવાઇ ગઈ સદસ્યતા 
જણાવી દઈએ કે 2005માં કેરળની વકીલ લીલી થોમસ અને લોકપ્રહરી નામના એનજીઓના જનરલ સેક્રેટરી એસએન શુક્લાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અને આ અરજીમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે આ કાયદો દોષિત સાંસદો-ધારાસભ્યોની સદસ્યતાને બચાવે છે કારણ કે આ કાયદા હેઠળ જો કેસ ઉપલી કોર્ટમાં લંબિત હોય છે તો તેમને અયોગ્ય ઠેરવી શકાય નહીં.

સાથે જ આ અરજીમાં તેમણે બંધારણની કલમ 102(1) અને 191(1)નો પણ ઉલ્લેખ કર્યો છે. જણાવી દઈએ કે કલમ 102(1)માં સાંસદને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે અને 191(1)માં વિધાનસભા અથવા વિધાન પરિષદને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે.

નોંધનીય છે કે 10 જુલાઈ 2010ના રોજ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એકે પટનાયક અને જસ્ટિસ એસજે મુખોપાધ્યાયની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે કેન્દ્ર પાસે કલમ 8(4) લાગુ કરવાની સત્તા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ વર્તમાન સાંસદ અથવા ધારાસભ્યને દોષિત ઠેરવવામાં આવે છે તો તેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(1), 8(2) અને 8(3) હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ