બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Politics / rahul gandhi attacks modi government on petrol diesel campaigns fuel hike

વિરોધ / પેટ્રોલ -ડીઝલના વધતા ભાવ પર રાહુલે શરુ કર્યુ કેમ્પેઈન, જાણો ટ્વીટમાં વીડિયો શેર કરી શું લખ્યું

Dharmishtha

Last Updated: 10:39 AM, 29 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસથી સામાન્ય માણસ પરેશાન છે અને ઉપરથી લોકડાઉનમાં ધંધો બંધ થઈ ગયો છે. આ બધાની વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે આ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સવારે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમણે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે બોલવાની અપીલ કરી હતી.

 

  • પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંગે રાહુલનો હલ્લા બોલ
  • કોંગ્રેસ પાર્ટી આજે દેશભરમાં કરશે પ્રદર્શન  
  • ચાલો #SpeakUpAgainstFuelHike અભિયાનમાં જોડાઈએ

એક વીડિયો શેર કરી રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે ચાલો #SpeakUpAgainstFuelHike અભિયાનમાં જોડાઈએ. હકીકતમાં સોમવારે સવારે 10 વાગ્યે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો વિરોધ કરી રહી છે.

આ સિવાય કોંગ્રેસના તમામ નેતાઓ, મુખ્ય પ્રધાનો અને અન્ય અધિકારીઓ આ મુદ્દે તેમના સોશ્યલ મીડિયા પર વીડિયો અપલોડ કરશે. અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ સૈનિકો અને ચીનના મુદ્દે આ કામ કર્યું હતું.

સોમવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરેલા વીડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સંકટ અને ચીન સાથે કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે સામાન્ય માણસને તેમની ખરાબ હાલતમાં છોડી દીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકો પાસે રોજગાર નથી અને કેન્દ્ર સરકાર 21 દિવસથી દરરોજ ભાવમાં વધારો કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે એક પત્ર લખ્યો હતો. સોનિયાએ અપીલ કરી હતી કે આ સમયે લોકોને નોકરી જઈ રહી છે, તેવા સંજોગોમાં સરકારે તાત્કાલિક વધેલા ભાવ પાછા લેવા જોઈએ.

નોંધપાત્ર વાત એ છે કે સોમવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં 5 પૈસા પેટ્રોલ વધીને 80.43 રૂપિયા અને ડીઝલ 13 પૈસા વધી 80.53 રૂપિયા પર પહોંચી ગયું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Diesel modi government rahul gandhi પેટ્રોલ ડીઝલ ભાવ રાહુલ ગાંધી petrol diesel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ