Rahul Gandhi attacks modi government on farmer issues
હલ્લાબોલ /
ખેડૂત આંદોલનને લઇને રાહુલ ગાંધીએ સાધ્યું નિશાનઃ સરકારની ક્રૂરતાના દ્રશ્યો જોવામાં હવે કંઈ બાકી નથી રહ્યું
Team VTV01:00 PM, 04 Jan 21
| Updated: 01:03 PM, 04 Jan 21
કૃષિ કાયદાના મુદ્દા પર ખેડૂતો અને સરકાર વચ્ચે હજુ સુધી સમજૂતિ થઇ નથી. સોમવારે એક વાર ફરી વાતચીત થવી જોઇએ. આ વચ્ચે કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી આ મુદ્દા પર સરકાર પર નિશાન તાક્યું છે, રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે વરસાદ અને ઠંડીની વચ્ચે ખેડૂતો રોડ પર બેઠા છે અને સરકારને કોઇ ચિંતા નથી.
રાહુલ ગાાંધીએ પોતાના ટ્વિટમાં કવિતની જે લખ્યું છે કે, શરદીમાં કમોસમી વરસાદમાં ટેન્ટ ટપકતી છતની નીચે જે બેઠા છે તેઓ ઠંડીમાં ઠુઠવાયા છે, તે નિડર ખેડૂતો પોતાના જ છે, પારકા નથી, સરકારની ક્રૂરતાના દ્રશ્યોમાં હવે કાંઇ બીજુ જોવાનું રહ્યું નથી. #KisanNahiToDeshNahi
सर्दी की भीषण बारिश में
टेंट की टपकती छत के नीचे
जो बैठे हैं सिकुड़-ठिठुर कर
वो निडर किसान अपने ही हैं, ग़ैर नहीं
सरकार की क्रूरता के दृश्यों में
अब कुछ और देखने को शेष नहीं#KisanNahiToDeshNahipic.twitter.com/DzWsLXygVf
લ્લેખનીય છે કે કોંગ્રેસ તરફથી સતત મોદી સરકાર પર આ મુદ્દાઓ પર નિશાન તાકવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટ્વિટરના માધ્યમથી કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યાં છે.
આ અગાઉ પણ રાહુલ ગાંધી તરફથી ખેડૂત આંદોલનની સરખામણી ચંપારણ આંદોલન સાથે કરી નાંખી હતી. રાહુલ ગાંધીએ કહ્યું જ્યારે-ત્યારે અંગ્રેજ સરકાર બહાદુર હતી, હવે મોદી સરકારના મિત્ર બહાદુર છે.
લોકશાહીનો અર્થ લોકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ છે
સોનિયાએ કહ્યું, "હવે સમય આવી ગયો છે કે, મોદી સરકારે સત્તાના અહંકારને છોડીને તુરંત બિનશરતી ધોરણે ત્રણેય કૃષિ કાળા કાયદાઓ પાછા ખેંચવા જોઈએ અને ઠંડી અને વરસાદમાં મૃત્યુ સામે ઝઝૂમી રહેલા ખેડૂતોનું આંદોલન સમાપ્ત કરાવવું જોઈએ. આ રાજધર્મ છે અને અંતમાં ખેડૂતોને સાચી શ્રદ્ધાંજલિ પણ છે.” તેમણે કહ્યું કે મોદી સરકારે કેન્દ્રમાં યાદ રાખવું જોઈએ કે લોકશાહીનો અર્થ લોકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ છે.
अब भी समय है कि मोदी सरकार सत्ता का अंहकार छोड़कर तत्काल बिना शर्त तीनों काले कानून वापस ले और ठंड में दम तोड़ रहे किसानों का आंदोलन समाप्त कराए। यही राजधर्म है और दिवंगत किसानों के प्रति श्रद्धांजलि भी।
અત્યાર સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે સાત તબક્કાની વાતચીત થઇ ચૂકી છે. સોમવારે એટલે કે આજે ફરી કેન્દ્ર સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિ વચ્ચે બેઠક યોજાશે. સરકારે ખેડૂતોની બે વાતને માની લીધી છે, જેમાં વીજળી બિલ, વાયુ પ્રદુષણનો મુદ્દો સામેલ છે. તે સિવાય ખેડૂતોએ બે અન્ય મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી છે, જેમાં ત્રણેય કૃષિ કાયદાની વરત અંગેની વાત પણ છે.