rahul gandhi appeals on facebook for his flood hit kerala constituency
કેરળ /
પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં પૂર પીડિતોને મળ્યા રાહુલ ગાંધી, મદદની અપીલ કરી
Team VTV02:50 PM, 12 Aug 19
| Updated: 03:41 PM, 12 Aug 19
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે એ તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં પૂર પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં મદદ કરે. વાયનાડ મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ ફેસબુક પર એક પોસ્ટમાં લોકોને અપીલ કરતા લખ્યું, 'મારું સંસદીય ક્ષેત્ર વાયનાડ પૂરથી ખૂવાર થઇ ગયું છે, હજારો લોકો બેઘર થઇ ગયા છે. તેમને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.'
રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે, 'અમને તાત્કાલિક પાણીની બોટલ, ચટ્ઠાઇ, ધાબળા, વસ્ત્રો, ધોતી, બાળકોના કપડા, ચપ્પલ, સેનેટરી નેપકિન, સાબુ, ટૂથબ્રસ, ટૂથપેસ્ટ, ડેટોલ, સર્ફ, બ્લીચિંગ પાઉડર અને ક્લોરિનની જરૂર છે.' એમણે લોકોને બિસ્કિટ, ખાંડ, દાળ, ચણા, નારિયલ તેલ, શાકભાજી, નારિયેલ, કરી પાઉડર, બ્રેડ અને બાળકોનું ભોજન પહોંચાડવાની અપીલ કરી છે. ગાંધીએ લોકોને રાહત સામગ્રી મલપ્પુરમ જિલ્લામાં બનાવવામાં આવેલ કેન્દ્રોમાં મોકલવા કહ્યું છે.
રાહુલ ગાંધીએ રવિવારે પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડના પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત લોકોને મળ્યા બાદ ટ્વિટ કર્યું હતું. 'આ જોવું હૃદયવિદારક છે કે વાયનાડના લોકો કેટલું ગુમાવી ચૂક્યા છે. અમે તેમને પોતાના પગ પર ફરી ઉભા રહેવામાં પોતાની પૂર્ણ તાકાત સાથે મદદ કરીશું.'' રાહુલ ગાંધીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું, 'એમઇએસ મમપાડ કોલેજ રાહત શિવિરનો પ્રવાસ કરી પૂર પીડિતોની મુલાકાત લીધી. એમણે આશ્વાસન આપ્યું કે અમે રાજ્ય અને કેન્દ્ર સરકારોથી તાત્કાલિક મદદ પહોંચાડવાની અપીલ કરીશું અને તમામ સંભવ મદદ કરીશું.'
રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્રમાં પૂરની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન, વાયનાડના જિલ્લા કલેક્ટર અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાત કરી ચૂક્યા છે. એપ્રિલમાં વાયનાડથી લોકસભામાં ચૂંટણી જીત બાદ રાહુલ ગાંધીની વાયનાડમાં બીજો પ્રવાસ છે.
I visited M.E.S. MAMPAD COLLEGE RELIEF CAMP, to meet with the victims of the flood. I have assured them we will appeal to the State & Central govt. to provide immediate assistance & we will help in any way possible. pic.twitter.com/08taKyoQiy
કેરળમાં મૂશળધાર વરસાદનો કહેર હજુ પણ ચાલુ છે. પૂર, ભૂસ્ખલન, તથા ભારે વરસાદની ઘટનાઓમાં મોતનો આંકડો વધી 72 થયો છે. પ્રદેશના 2.27 લાખથી વધારે લોકોને રાહત શિબિરમાં ઘસેડાયા છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે રવિવારે વધુ 7 મૃતદેહ મળ્યા બાદ સંખ્યા 67 થઇ.