બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / ફરી અનોખા અંદાજમાં દેખાયા રાહુલ ગાંધી, આઈસ્ક્રીમ શોપમાં બનાવી કોલ્ડ કોફી, જુઓ વીડિયો
Last Updated: 10:24 PM, 10 January 2025
દિલ્હી ચૂંટણીના ધમાસાણ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કોલ્ડ કોફી બનાવતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તેઓ એક Keventers સ્ટોર પર પહોંચ્યા. અહીં તેમણે પોતે મિલ્ક શેક અને કોલ્ડ કોફી બનાવી હતી. આ સાથે રાહુલ ગાંધીએ કેવેન્ટર્સ માલિકો સાથે બેસીને વાતચીત પણ કરી હતી.
ADVERTISEMENT
How do you shake up a legacy brand for a new generation and a new market?
— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2025
The young founders of Keventers shared some valuable insights with me recently.
Play-fair businesses like Keventers have driven our economic growth for generations. We must do more to support them. pic.twitter.com/LSdiP8A9bQ
રાહુલ ગાંધીએ કોફી શોપના માલિકો સાથે વાતચીત કરી અને ભારતના આર્થિક વિકાસમાં કેવેન્ટર્સ જેવા વ્યવસાયોના યોગદાનની પ્રશંસા કરી. આ દરમિયાન તેઓ એક વૃદ્ધ મહિલાને પણ મળ્યા.
ADVERTISEMENT
રાહુલને દુકાનના કર્મચારીઓએ કોલ્ડ કોફી કેવી રીતે બનાવવી તે બતાવવાની ઓફર કરી. પરંતુ રાહુલ ગાંધીએ પોતે કોફી બનાવવાનું નક્કી કર્યું. તેમણે આત્મવિશ્વાસથી કહ્યું. 'ના, હું બનાવીશ' વીડિયોમાં, તેઓ દૂધ અને આઈસ્ક્રીમ રેડતા અને મિક્સર ચલાવતા જોઈ શકાય છે
ઉદ્યોગસાહસિકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની ચર્ચા કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'હું કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને ગયો, યુવાનોને પૂછ્યું કે તેઓ શું કરવા માગે છે. મોટા ભાગના ઇજનેર, ડોક્ટર, વકીલ કે સૈનિક બનવા ઇચ્છતા હતા. પરંતુ કોઈએ કહ્યું નહીં કે તેઓ ઉદ્યોગસાહસિક બનવા માંગે છે. તેમણે તેને સિસ્ટમમાં રહેલી ખામીઓનું પરિણામ ગણાવ્યું. તેમણે આંત્રપ્રિન્યોરશિપને પ્રોત્સાહન ન અપાઇ રહ્યું હોવાની વાત કહી.. કેવેન્ટર્સના સ્થાપક સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'તમારા જેવા વ્યક્તિ કે જે પોતાનો વ્યવસાય કરવા માંગે છે, તેમના માટે ભંડોળ મેળવવું ખૂબ મુશ્કેલ છે. ઘણા પ્રતિભાશાળી લોકો પાસે પૈસા નથી. જ્યારે રોકાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું, 'ના, હું કેવેન્ટર્સને જોઈ રહ્યો છું, રોકાણનો નિર્ણય લેવાનો પ્રયાસ કરી રહ્યો છું.'
'કોઈ વાંધો નહીં, હું આગલી વખતે આવીશ'
આ પ્રવાસમાં કેટલીક હળવી ક્ષણો પણ હતી. રાહુલ ગાંધીએ દુકાન પાસે રહેતા લોકો સાથે વાત કરી. આ જ બિલ્ડીંગમાં રહેતી એક વૃદ્ધ મહિલા સાથે પણ તેમણે વાતચીત કરી હતી. મહિલાએ તેમને તેમના ઘરે આવવા આમંત્રણ આપ્યું. રાહુલ ગાંધીએ તેમને ખાતરી આપી હતી કે તેઓ 'બે મિનિટ માટે આવશે'. પરંતુ એક રમુજી ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે મહિલાને ખબર પડી કે તેની પાસે તેની ચાવી નથી. વીડિયોમાં મહિલાને કહેતી સાંભળી શકાય છે કે, 'તો પછી તે કેવી રીતે ખુલશે?' તેમની બાજુમાં રાહુલ ગાંધી ઉભા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, 'કોઈ વાંધો નહીં, હું આગલી વખતે આવીશ.'
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન, જાણો સમગ્ર મામલો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.