rahul dravid virat kohli congratulate suranga lakmal as he is all set to bid adieu to international cricket
જેન્ટલમેન ગેમ /
VIDEO: ટીમ ઈન્ડિયાએ દિલ જીત્યું! નિવૃત્તિ લઈ રહેલા શ્રીલંકન ખેલાડી માટે દ્રવિડ અને કોહલીએ શું કર્યું જુઓ
Team VTV11:32 AM, 14 Mar 22
| Updated: 11:50 AM, 14 Mar 22
ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ છે. આ મેચ શ્રીલંકાના ફાસ્ટ બોલર સુરંગા લકમલના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંતિમ મેચ છે.
ફાસ્ટ બોલર સુરંગા લકમલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંતિમ મેચ
આ ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહેશે અલવિદા
સુરંગા લકમલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહેશે અલવિદા
આ ટેસ્ટ બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. જેની જાહેરાત તેમણે ભારત પ્રવાસ પહેલા જ કરી દીધી હતી. જ્યારે સુરંગા લકમલ બીજી ઈનિંગમાં બોલિંગ કર્યા બાદ પાછા પેવેલિયન પરત ફર્યા તો એક સુંદર નજારો જોવા મળ્યો. ભારતીય કોચ રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સુરંગા લકમલને તેની સારી કારકિર્દી માટે શુભેચ્છા આપી. બીસીસીઆઈએ તેનો વીડિયો તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. ભારતીય ટીમે બેંગ્લોર ટેસ્ટના બીજા દિવસે મહેમાન ટીમની સામે જીત માટે 447 રનનુ વિશાળ લક્ષ્ય રાખ્યું છે. શ્રીલંકાએ 1 વિકેટના નુકસાને 28 રન બનાવ્યાં છે અને તેઓ જીતથી હજી પણ 419 રન દૂર છે.
જો મેચની વાત કરીએ તો શ્રીલંકાએ બીજા દિવસે શરૂઆત 86/6થી કરી હતી. ભારતીય બોલરોએ પહેલા જ સેશનમાં મહેમાન ટીમને 109 રન પર સમેટીને 143 રનની સરસાઈ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શ્રેયસ ઐયરના 67 અને રિષભ પંતના તોફાની અર્ધસદીની મદદથી 303 રન બનાવીને ટીમે બીજી ઈનિંગ જાહેર કરી દીધી. આ દરમ્યાન જયવિક્રમાએ 4 અને એમ્બુલડેનિયાને ત્રણ વિકેટ મળી. તો તેની અંતિમ મેચ રમી રહેલા સુરંગા લકમલ ખાલી હાથે પાછા ફર્યા. લકમલને પહેલી ઈનિંગમાં એક વિકેટ મળી હતી.