બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 AM, 5 February 2025
Rahul Dravid Accident : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને લઈ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાહુલ દ્રવિડની કારને બેંગલુરુમાં અકસ્માત નડ્યો છે. રાહુલ દ્રવિડની કાર એક લોડિંગ ઓટો સાથે અથડાઈ હતી. આ ઘટના બેંગલુરુના કનિંગહામ રોડની હોવાનું જાણવા મળી રહ્યું છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે તે એક નાની ટક્કર હતી અને કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ ટક્કર બાદ રાહુલ દ્રવિડ અને ઓટો ડ્રાઈવર વચ્ચે ઉગ્ર દલીલ થઈ જેના કારણે ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ ચર્ચામાં આવ્યા છે.
ADVERTISEMENT
રાહુલ દ્રવિડની કારને લોડિંગ ઓટોએ ટક્કર મારી
આ ઘટના મંગળવાર (4 ફેબ્રુઆરી)ના રોજ બની હોવાનું કહેવાય છે. રાહુલ દ્રવિડ પોતાની કારમાં ઇન્ડિયન એક્સપ્રેસ સર્કલથી હાઇ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા. પછી એક લોડિંગ ઓટોએ દ્રવિડની કારને પાછળથી ટક્કર મારી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રાહુલ દ્રવિડ ટક્કર બાદ કારમાંથી નીચે ઉતર્યા અને તેનું નિરીક્ષણ કર્યું. આ ઘટના દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કાર્ગો ઓટો ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. દ્રવિડ ડ્રાઇવરને કહેતો જોવા મળે છે કે, ટક્કર પછી તેની કારમાં ખાડો પડી ગયો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ADVERTISEMENT
Rahul Dravid’s Car touches a goods auto on Cunningham Road Bengaluru #RahulDravid #Bangalore pic.twitter.com/AH7eA1nc4g
— Spandan Kaniyar ಸ್ಪಂದನ್ ಕಣಿಯಾರ್ (@kaniyar_spandan) February 4, 2025
દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો
2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા દ્રવિડે 2021 માં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને ગયા વર્ષે ટીમ ઈન્ડિયાને 2024નો T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ લાંબા આઈસીસી ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા પછી ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે ભારતીય ટીમના નવા મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
વધુ વાંચો : આમ નહીં તો આમ.. ટીમને તો 6 રન જ મળ્યા! ક્રિકેટમાં આવું તમે નહીં જોયું હોય! જુઓ Video
નોંધનિય છે કે, રાહુલ દ્રવિડ હવે IPL 2025 માં જોવા મળશે. રાજસ્થાન રોયલ્સે આગામી સિઝન પહેલા તેમને પોતાનો મુખ્ય કોચ બનાવ્યો છે. રાહુલ દ્રવિડ IPLમાં આ ટીમ માટે રમી ચૂક્યો છે અને કોચિંગ સ્ટાફનો પણ ભાગ રહી ચૂક્યો છે. તે ફરી એકવાર આ ટીમની જર્સીમાં જોવા મળશે. જો આપણે તેમના કરિયરની વાત કરીએ તો, દ્રવિડે ટીમ ઈન્ડિયા માટે 164 ટેસ્ટ, 344 વનડે અને 1 T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 24208 રન બનાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.