Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વિચારણા / બર્ગર કિંગની સાથે જોવા મળશે ઇન્ડિગોના રાહુલ ભાટિયા, ખરીદી શકે છે આટલા કરોડની ફ્રેન્ચાઇઝી

બર્ગર કિંગની સાથે જોવા મળશે ઇન્ડિગોના રાહુલ ભાટિયા, ખરીદી શકે છે આટલા કરોડની ફ્રેન્ચાઇઝી

ઇન્ટરગ્લોબ ગ્રુપ Burger King ની ફ્રેન્ચાઇઝીને 1400 કરોડ રૂપિયામાં ખરીદી શકે છે. ભાકતમાં હાલ બર્ગક કિંગના 140 સ્ટોર છે.

ઇન્ડિગોના કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલની સાથે જગજાહેર વિવાદ વચ્ચે રાહુલ ભાટિયાનાં નિયંત્રણવાળા ઇન્ટરગ્લોબ ગ્રૂપ (ઇન્ડિગોની પેરેન્ટ કંપની) દ્વારા બર્ગર કિંગની ફ્રેન્ચાઇઝી ખરીદવામાં આવી રહી હોવાના સમાચાર મળે છે.

ઇન્ટરગ્લોબ ગ્રૂપ પ્રાઇવેટ ઇક્વિટી કંપની એવરસ્ટોન કેપિટલ પાસેથી રૂ. ૧,૪૦૦ કરોડમાં બર્ગર કિંગ ઇન્ડિયાની ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે વાતચીત કરી રહી છે. બર્ગર કિંગ ભારતમાં ૧૪૦ સ્ટોર્સનું સંચાલન કરે છે અને નાણાકીય વર્ષ ૨૦૧૮માં તેની કમાણી રૂ. ૩૭૫ કરોડ હતી. પાંચ અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર એવરસ્ટોન કેપિટલે પાંચ વર્ષ પહેલા ભારતમાં બર્ગર કિંગ ફ્રેન્ચાઇઝમાં મૂડીરોકાણ કર્યું હતું. તે ઇન્ડોનેશિયામાં પણ અમેરિકાની આ ફાસ્ટફૂડ ચેનની કેટલીક રેસ્ટોરાં ચલાવે છે, જોકે રાહુલ ભાટીયા સાથે જે ડીલની વાત ચાલે છે તેમાં ઇન્ડો-એશિયાના બિઝનેસનો સમાવેશ થતો નથી.

બર્ગર કિંગ ઇન્ડિયાને ખરીદવામાં અગાઉ અમેરિકાની બે બાય આઉટ કંપનીઓ અને એક ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ફંડે રસ દાખવ્યો હતો, પરંતુ કિંમત વધુ હોવાથી તેમણે પીછેહઠ કરી છે. ભાટીયા સાથે હવે બર્ગર કિંગ ઇન્ડિયાના ડીલની વાતચીત આખરી સ્ટેજમાં ચાલી રહી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ