બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Rahane praise Dhoni after his brilliant performance in WTC, said he gave me a chance in IPL
Megha
Last Updated: 11:48 AM, 10 June 2023
ADVERTISEMENT
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ત્રીજા દિવસે (9 જૂન) રમત સમાપ્ત થઈ ગઈ છે. આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગમાં 4 વિકેટે 123 રનથી આગળ રમવાનું શરૂ કરશે. માર્નસ લાબુશેન (41) અને કેમેરોન ગ્રીન (7) અણનમ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે કુલ 296 રનની લીડ બનાવી લીધી છે.
Stumps on Day 3 of the #WTC23 Final!
— BCCI (@BCCI) June 9, 2023
Australia finish the day with 123/4 as #TeamIndia scalp 3️⃣ wickets in the final session 👌🏻👌🏻
Join us tomorrow for Day 4 action!
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/NzVeXEF0BX
ADVERTISEMENT
અજિંક્ય રહાણે એક છેડે મક્કમ રહ્યો
WTC ફાઈનલ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. આ પછી ત્રીજા દિવસે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 296 રન જ બનાવી શકી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ટોપ-5 ખેલાડીઓ ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. આમાં ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી પણ સસ્તામાં આઉટ થયા હતા. પરંતુ અજિંક્ય રહાણે એક છેડે મક્કમ રહ્યો અને 89 રનની ઇનિંગ રમી હતી.
રહાણેએ મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા
એવામાં હાલ ભારતીય ટેસ્ટ ટીમનો ભૂતપૂર્વ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરતાં થાકતો નથી. રહાણેએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે બેજોડ ઇનિંગ રમી હતી. તેની શાનદાર ઇનિંગ્સના આધારે, ભારતે ઓસ્ટ્રેલિયા સામે પુનરાગમન કર્યું છે. જોકે ત્રીજા દિવસની રમતના અંતે કાંગારૂ ટીમે બાજી મેળવી લીધી છે. સ્ટમ્પ બાદ રહાણેએ તેના શાનદાર પ્રદર્શનનો શ્રેય એમએસ ધોનીને આપ્યો હતો.
#TeamIndia post 296 in the first innings.
— BCCI (@BCCI) June 9, 2023
8⃣9⃣ for Ajinkya Rahane
5⃣1⃣ for Shardul Thakur
4⃣8⃣ for Ravindra Jadeja
Australia's second innings now underway.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw #WTC23 pic.twitter.com/SDZBzNXjKY
મારા સારા પ્રદર્શનનો શ્રેય ધોનીને જાય છે
ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ અજિંક્ય રહાણેએ પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું, 'મારા સારા પ્રદર્શનનો શ્રેય ધોનીને જાય છે. તેણે મને CSK માટે રમવાની તક આપી જેનાથી મારો આત્મવિશ્વાસ પાછો આવ્યો. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી માર્નસ લાબુશેન 41 અને કેમેરોન ગ્રીન સાત રન બનાવીને ક્રીઝ પર હાજર હતા. આ પહેલા રહાણેએ 129 બોલની શાનદાર ઇનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
આ પહેલા અજિંક્ય રહાણેએ IPL દરમિયાન કહ્યું હતું કે ધોનીએ ટેન્શન ન લેવાની વાત કરતા તેને મુક્તપણે રમવાની આઝાદી આપી હતી. ત્યારે રહાણેએ કહ્યું હતું કે માહીએ કહ્યું હતું કે તેને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. રહાણે IPLની 16મી સીઝનમાં CSK ટીમ તરફથી રમ્યો હતો. આઈપીએલમાં તે નવા અવતારમાં જોવા મળ્યો હતો. તેણે 300થી વધુ રન બનાવ્યા હતા.
#TeamIndia post 296 in the first innings.
— BCCI (@BCCI) June 9, 2023
8⃣9⃣ for Ajinkya Rahane
5⃣1⃣ for Shardul Thakur
4⃣8⃣ for Ravindra Jadeja
Australia's second innings now underway.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw #WTC23 pic.twitter.com/SDZBzNXjKY
અજિંક્ય રહાણેએ 89 રનની ઇનિંગ રમી હતી. તેણે શાર્દુલ ઠાકુર (51) સાથે 7મી વિકેટ માટે 109 રનની ભાગીદારી કરી, ભારતીય ટીમને તેની પ્રથમ ઇનિંગમાં 296 રન બનાવવામાં મદદ કરી. પ્રથમ દાવમાં 469 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાએ ભારતનો પ્રથમ દાવ 296 રનમાં સમેટી લીધો હતો અને દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી 173 રનની લીડ મેળવીને તેની ઓવરઓલ લીડ 296 રનની થઈ ગઈ હતી. ભારતે મેચમાં ટકી રહેવા ઓસ્ટ્રેલિયાની બાકીની છ વિકેટ ઝડપી લેવી પડશે અને પછી બેટ્સમેનો પાસેથી અસરકારક પ્રદર્શનની અપેક્ષા રાખવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.