નિવેદન / માત્ર રાહત પેકેજની જાહેરાત કરીને બેસી ન રહેવાય, સરકારે સાથે આ પણ કરવું પડશે: રઘુરામ રાજન

Raghuram Rajan says govt must not rest after announcing the package but also take measures to execute it

કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ડગમગેલા અર્થતંત્રને વેગ આપવા માટે મોદી સરકારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતને 20 દિવસથી વધુ સમય વીતી ચુક્યો છે. સરકારની આ ઘોષણાથી લોકોને કેટલી રાહત મળશે તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન કહે છે કે સરકાર પેકેજની ઘોષણા કર્યા પછી બેસી રહે એવું નહીં ચાલે. તે એમ કહી શકે નહીં કે તેણે પોતાનું કામ કરી દીધું છે. રાજને કહ્યું કે સરકારે એ જોવું પડશે કે લોકોની જરૂરિયાતો પૂરી થાય છે કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ