Raghuram Rajan advised the government, pressing every review is harmful to the government
ટીકા /
રઘુરામ રાજને સરકારને સલાહ આપતાં કહ્યું, દરેક ટીકાને દબાવવી સરકાર માટે હાનિકારક છે
Team VTV11:56 AM, 24 Oct 19
| Updated: 01:29 PM, 24 Oct 19
રઘુરામ રાજન છેલ્લાં ઘણાં વર્ષોથી ભારત સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી રહ્યાં છે. હવે તેમણે કહ્યું છે કે, સરકાર વિશેષજ્ઞોની વાતને સાંભળવાની જગ્યાએ તેમની ટીકાને દબાવવાનો પ્રયાસ કરે છે. જે તેમનાં માટે યોગ્ય નથી.
રાજને સરકારને વિશેષજ્ઞોનાં જ્ઞાનનો ફાયદો લેવાની સલાહ આપી
હાલની દેશની આર્થિક સ્થિતી પર પોતાનો મત રજુ કર્યો હતો
રાજને સરકારને વિચાર વિમર્શ કરવાની સલાહ પણ આપી છે
દરેક ટીકાને દબાવવી સરકાર માટે હાનિકારક છે
ભારતીય રિઝર્વ બેંક(RBI)નાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બુધવારે કહ્યું હતું કે ભારતમાં સરકારને વિશેષજ્ઞોની સલાહનો ફાયદો મળી શકે તેમ છે. જોકે દરેક ટીકાને દબાવવી સરકાર માટે હાનિકારક છે. લંડનની કિંગ કૉલેજનાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં રાજન હાલ ધીમી પડેલી ભારતીય અર્થવ્યવસ્થાં અને વધતી જતી બેરોજગારીની વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને મજબુત બનાવવાં માટે ચર્ચા કરી રહ્યાં હતાં.
રાજને કહ્યું, તમે પ્રતિક્રિયા નથી સાંભળી રહ્યાં
રાજને કહ્યું હતું કે , જે સમસ્યા છે તેમાંથી એક સમસ્યા એ છે કે, 'હું દ્રઢ પણે કહું છું કે ટીકાને દબાવવાનો સીધો મતલબ એ છે કે તમે પ્રતિક્રિયા નથી સાંભળી રહ્યાં અને જો તમે પ્રતિક્રિયાં નથી સાંભળી રહ્યાં, તો તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નહી લઈ શકો. તેમણે એમ પણ કહ્યું હતું કે 'એટલાં માટે જ તમામ સમીક્ષોને કહેવું છે કે, તેઓ સરકારની ટીકા ન કરે. મને લાગે છે કે, સરકાર માટે આ યોગ્ય નથી. બની શકે કે, દરેક તમારા વખાણ કરે અને દર બીજી વ્યક્તિ તમને મસીહા ગણાવે પણ તેનાથી એવી કોઈ ઉર્જા ઉત્પન્ન નથી થવાની જે સરકાર પોતાનામાં ઈચ્છે છે.'
સરકાર અર્થશાસ્ત્રીઓની સલાહ લે
રાજને RBIનાં પોતાના કાર્યકાળ દરમિયાન ઊભી થયેલી સ્થિતિનું ઉદાહરણ આપતાં કહ્યું કે,'તેમને ખાનગી ક્ષેત્રની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણે તેમને સુધારાવાદી પગલાં ભરવામાં સફળતાં મળી હતી.' તેમણે એમ પણ કહ્યું હતું કે, 'મને આશા છે કે સરકાર સાંભળશે અને જોશે કે તેમણે શું કરવું જોઈએ. ભારતમાં ઘણાં અર્થશાસ્ત્રી અને બુદ્ધિમાન લોકો છે. જે સલાહ આપી શકે છે. પરંતુ એ મહત્વનું છે કે સરકાર તેમની સલાહને અપનાવે અને તેનાં પર વિચાર વિમર્શ કરી પગલાં ભરે.