લગ્ન કંકોત્રીમાં રાફેલની માહિતી આપનાર સુરતના કપલને PM મોદીએ લખ્યો પત્ર

By : admin 12:12 PM, 21 January 2019 | Updated : 12:12 PM, 21 January 2019
સુરતમાં લગ્ન પત્રિકામાં રાફેલની માહિતી આપવા મામલે કંકોત્રી બનાવનારની પ્રશંસા થઈ છે. લગ્નની પત્રિકામાં રાફેલની માહિતી આપનારને PM મોદીએ પત્ર લખ્યો છે. સુરત ભાજપના એક કાર્યકરે આમંત્રણ પત્રિકામાં રાફેલની માહિતી લખી હતી. ત્યારે PM મોદીએ કહ્યું કે આ કંકોત્રી દેશ અને કઠોર પરિશ્રમ કરવા માટેનો પ્રેરણાસ્ત્રોત છે.

સુરતમાં એક અનોખી કંકોત્રીથી ચર્ચા વ્યાપી હતી. સુરતમાં રહેતા અને ટ્યુશન કલાસ ચલાવતા યુવાન યુવરાજ પોખરનાએ પોતાના લગ્નની કંકોત્રીમાં રફેલ ડીલની વિગતો છાપી છે. જેમાં PM મોદીને વૉટ આપવાની અપીલ કરાઇ છે. 

હાલ દેશમાં રાફેલ ડીલને લઈને મોદી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરાઈ રહ્યા છે. ત્યારે આ કપલે મોદીના સમર્થનમાં આ કંકોત્રી છપાવી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કપલના મતે મોદીના હાર્ડવર્કથી તેઓ આકર્ષાયા છે. તેમને લોકોને મોદીને મત આપવાની પણ અપીલ કરી હતી.Recent Story

Popular Story