બ્રેકિંગ ન્યુઝ
VTV / rafale fighter jet rajnath singh france delivery dassault indian air force
Mehul
Last Updated: 03:26 PM, 10 September 2019
ADVERTISEMENT
રાજનાથ સિંહ વાયુસેનાની એક ટીમ સાથે 8 ઓક્ટોબરે ફ્રાન્સ જશે. આ દિવસે વાયુસેના દિવસ પણ છે તથા વિજયાદશમી પણ આવી રહી છે. એવામાં ભારતને મળનાર રાફેલ વિમાનની તારીખ ઐતિહાસિક બનવા જઇ રહી છે. વિજયાદશમીના દિવસે ઘણી જગ્યાએ શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે, એવામાં ભારતને તેનું સૌથી મોટું હથિયાર મળવા જઇ રહ્યું છે.
ADVERTISEMENT
રાજનાથ સિંહ ફ્રાન્સના બોર્ડેક્સમાં એક મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટમાં જશે, જ્યાંથી રાફેલ લેવામાં આવશે. રક્ષા મંત્રીની સાથે વાયુસેનાની એક ટીમ જશે જે રાફેલને રિસીવ કરવાની આખી પ્રક્રિયા પૂર્ણ કરશે. આ ઉપરાંત વાયુસેનાના ફાયટર પાયલટ પણ આ ટીમ સાથે ફ્રાન્સ જશે.
નોંધનીય છે કે રાફેલ વિમાન ડીલ ગત કેટલાક વર્ષોમાં સૌથી ચર્ચિત અને વિવાદિત ડીલમાંથી એક રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર પર આ ડીલમાં કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.