બ્રેકિંગ ન્યુઝ
VTV / rafale fighter jet case supreme court modi government rafale papers
vtvAdmin
Last Updated: 03:10 PM, 4 May 2019
રાફેલ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉ રાફેલ ડિલની ફાઈલ પણ ગુમ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે કેન્દ્ર સરકારે ફરી એકવાર સુપ્રીમકોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યુ છે.. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંધનામુ રજૂ કરતા કહ્યું છે કે, ગુપ્ત દસ્તાવેજો જાહેર થવાનો તેમને ખતરો છે. મીડિયમાં છપાયેલા લેખ માત્ર વિચાર છે.. તેમાં સરકારનો કોઈ નિર્ણય નથી. લીક દસ્તાવેજો માત્ર અધિકારીઓના વિચાર છે. દેશની સંપ્રભુતા અને અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે. જેથી રાફેલ મુદ્દે પુનર્વિચાર અરજી પર સરકારે નવું સોગંધનામુ રજૂ કર્યુ છે. સુપ્રીમ કોર્ટને અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ લીક દસ્તાવેજોને રદ કરે.
ADVERTISEMENT
સોગાદનામમાં સરકારે કહ્યું કે રાફેલની રિવ્યુ અરજીઓથી સોદાની તપાસની કોશિશ કરવામાં આવી. મિડિયામાં છપાયેલા ત્રણ આર્ટિકલ લોકોના વિચાર છે, સરકારનો અંતિમ નિર્ણય નથી. આ ત્રણે આર્ટિકલ સરકારના અધિકૃત વલણને દર્શાવતા નથી.
ADVERTISEMENT
CAGએ રાફેલના મુલ્ય સબંધી માહિતીઓની તપાસ કરી છે અને કહ્યું છે કે તે 2.86 ટકા ઓછા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે કોર્ટ જે પણ માંગશે સરકાર રાફેલ સબંધી દસ્તાવેજ પ્રસ્તૂત કરવા માટે તૈયાર છે. રાફેલ પર રિવ્યુ અરજીઓમાં કોઈ આધાર નથી, આ કારણે તમામ અરજીઓ ફગાવવામાં આવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરે તેના નિર્ણયમાં કહ્યું હતું કે વર્તમાન જેવા મામલાઓમાં મૂલ્ય નિર્ધારણ વિવરણની સરખામણી કરવી આ કોર્ટનું કામ નથી. કોર્ટ હવે આ મામલાની 6મે સુનાવણી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT