બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Politics / વિશ્વ / rafale deal judicial probe in france judge appointed

ભ્રષ્ટાચાર / રાફેલ ડીલની તપાસમાં ફ્રાન્સે ભર્યું મોટુ પગલુ, નવા જજની નિમણૂક, અનેક VIP શંકાના ઘેરામાં

Dharmishtha

Last Updated: 11:16 AM, 3 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાફેલની ડીલને લઈને તપાસ માટે ફ્રાન્સે એક જજની નિમણૂક કરી છે.

  • રાફેલ ડીલને લઈને ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે
  • ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી
  •  14 જૂને એક મેજિસ્ટ્રેટ દ્વારા મામલાની ગુનાહિત તપાસ શરુ કરવામાં આવી 

ડીલને લઈને ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે

ફ્રાન્સના પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિજના ફાઈનાન્શિયલ ક્રાઈમ બ્રાન્ચને કહ્યું કે આ ડીલને લઈને ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપની તપાસ કરવામાં આવશે.

ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી

આ પગલું એટલે ભરવામાં આવ્યું છે જ્યારે ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેન્ચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલામાં અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. વર્ષ 2018માં શેરપાએ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્યારે પીએનએફે આને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે રાફેલ ફાઈટર જેટની ડીલ 7.8 બિલિયન યુરોમાં કરાઈ હતી.

 14 જૂને એક મેજિસ્ટ્રેટ દ્વારા મામલાની ગુનાહિત તપાસ શરુ કરવામાં આવી 

શુક્રવારે ફ્રેન્ચ પબ્લિકેશન મીડિયાપાર્ટે જણાવ્યું કે 14 જૂને એક મેજિસ્ટ્રેટ દ્વારા મામલાની ગુનાહિત તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદ જેમણે રાફેલ ડીલ પર હસ્તાક્ષર કરવાના સમયે પદ પર હતા અને વર્તમાન ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ઈમેનુએલ મૈક્રોન જે તે સમયે નાણા મંત્રી હતા. તેમના કામ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તત્કાલીન રક્ષા મંત્રી અને હાલન ફ્રાન્સના વિદેશ મંત્રી જીન યવેસ લે ડ્રિયાન સાથે જોડાયેલી બાબતો પર પુછપરછ થઈ શકે છે.

કંપનીએ આ અંગે વાત કરવાથી ઈન્કાર કરી દીધો હતો

ડસોલ્ટ એવિએશન તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. કંપનીએ આ અંગે વાત કરવાથી ઈન્કાર કરી દીધો હતો. આની પહેલા કંપનીએ કહ્યું હતુ કે સત્તાવાર સંગઠનો દ્વારા અનેક નિયંત્રણ કરવામાં આવે છે. ભારત સાથે 36 રાફેલને લઈને થયેલી ડીલમાં કોઈ ગડબડ થઈ નથી. 

શું છે મામલો

વાસ્તવિક ડીલમાં હિંદુસ્તાન એરરોનોટિક્સ લિમિટેડ (એતએએલ) જો કે બાદમાં બન્ને પક્ષોની વચ્ચે વાતચીત તુટી ગઈ હતી. બાદમાં બન્ને દેશોની વચ્ચે 2016માં ડીલ સાઈન કરવામાં આવી હતી. જે અંતર્ગત 36 રાફેલ વિમાન 7.8 બિલિયન યુરોના ભાવમાં નક્કી કરવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Rafale deal france judge ભ્રષ્ટાચાર રાફેલ વિમાન rafale deal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ