ભારતીય વાયુ સેનાના વાઇસ ચીફ એર માર્શલ રાકેશ કુમારે સિંહ ભદોરિયાએ ગુરૂવારના રોજ ફ્રાન્સમાં જલ્દી ભારત આવનાર રાફેલ વિમાનમાં ઉડાન ભરી હતી. રાકેશ કુમારે કહ્યું કે રાફેલ દેશની સેના માટે ઘણુ મહત્વપૂર્ણ સાબિત થશે.
રાકેશ કુમારે કહ્યું કે રાફેલ જ્યારથી વાયુસેનામાં જોડાશે ત્યારથી રાફેલ અને સુખોઇની જોડી દુશ્મન કેમ્પમાં તણાવ વધારવાનું કામ કરશે. રાફેલમાં ઉડાન ભરવાના પોતાના અનુભવને જણાવતાં રાકેશકુમારે કહ્યું કે રાફેલમાં ઉડાન ભરવાનો ઘણો સુખદ અનુભવ રહ્યો હતો. અહીં અમને ઘણુ બધુ શીખવા મળ્યું હતું.
IAF Vice Chief Air Marshal RKS Bhadauria: In terms of technology & weapons Rafale has brought in, it will again be a game changer for IAF from our planning perspective, point of view of offensive missions & planning the kind of war we want to conduct in the coming years. https://t.co/x5Z8wDZOYO
રાકેશકુમારે જણાવ્યું કે રાફેલ જ્યારે વાયુસેનામાં સામેલ થઇ જશે ત્યારબાદ તેનો શાનદાર પ્રયોગ કરી શકીશું. વાઇસ એર ચીફ માર્શલે કહ્યું કે એકવાર સુખોઇ અને રાફેલ સેનામાં સામેલ થઇ જાય, ત્યારબાદ દુશ્મન 'ના પાક' હરકત કરી શકશે નહીં.
#ExGaruda2019: The 1st phase of the exercise concluded with integration & basic combat missions & 2nd phase commenced with Large Force Engagements (LFE).
IAF & FAF crew are undertaking LFE combat training missions, flying together in mixed formations. pic.twitter.com/3tBWOhGzAc
રાકેશકુમારે જણાવ્યું કે રાફેલમાં જે રીતે ટેકનીક અને હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ભારત માટે ઘણુ મહત્વપૂર્ણ છે. આપણે જે રીતે આક્રમક મિશન અને આવનાર સમયમાં યુધ્ધ માટે પ્લાનિંગ કરવાનું ઇચ્છી રહ્યાં છે તેના માટે આ ટેકનીક અને હથિયાર ઘણાં ઉપયોગી છે.
#WATCH France: Indian Air Force Vice Chief Air Marshal RKS Bhadauria takes a sortie on Rafale aircraft at French Air Force’s Mont de Marsan air base. pic.twitter.com/weLdlHrlLJ
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદશે. ભારત અને ફ્રાંસ વચ્ચે 23 સપ્ટેમ્બર 2016ના રોજ 36 રાફેલ વિમાન ખરીદીને લઇને ડીલ સાઇન કરવામાં આવી હતી.