બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બાપ રે... 1 ગ્રામની કિંમત રૂ. 17 કરોડ! શું છે આ કેલિફોર્નિયમ? જે મળી આવ્યું TMC લીડરના ઘરેથી
Last Updated: 01:00 PM, 30 November 2024
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નકસલબારી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફ્રાંસિસ એક્કાના ઘરેથી એક ખતરનાક અને મૂલ્યવાન પરમાણુ કેમિકલ 'કેલિફોર્નિયમ' જપ્ત કરવામાં આવ્યું છે. આ કેમિકલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 17 કરોડ રૂપિયા પ્રતિગ્રામ જેટલી હોવાનું જણાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ટીએમસીના નેતાના ઘરેથી મળ્યું 'કેલિફોર્નિયમ'
મીડિયા એહવાલો અનુસાર, પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની સંયુક્ત કાર્યવાહીમાં આ કેમિકલ નેતાના ઘરેથી જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ, ડિફેન્સ રિસર્ચ અને ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના કેટલાક ગોપનીય દસ્તાવેજ પણ મળી અવાય. આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તપાસમાં એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું કોઈ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ખૂબ જ સંવેદનશીલ અને મોંઘુ કેમિકલ મળ્યા પછી બધા જ ચોંકી ગયા છે. તો ચાલો જાણીએ શું છે 'કેલિફોર્નિયમ'.
ADVERTISEMENT
શું હોય છે કેલિફોર્નિયમ?
કેલિફોર્નિયમ (Cf) એક સિન્થેટિક, રેડિયોએક્ટિવ, ચાંદી જેવી સફેદ ધાતુ છે, જેનો પરમાણુ ક્રમાંક 98 છે અને તેના ઘણા ઉપયોગો છે. 1950 માં, કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેના અમેરિકન રસાયણશાસ્ત્રીઓએ આલ્ફા કણો સાથે ક્યુરિયમ પર બોમ્બમારો કરીને કેલિફોર્નિયમની શોધ કરી. તેનું નામ એ રાજ્ય અને યુનિવર્સિટીના નામ પરથી રાખવામાં આવ્યું જ્યાં તેની શોધ થઈ હતી. કેલિફોર્નિયમ એક લવચીક, નરમ ધાતુ છે જેને રેઝર બ્લેડથી કાપી શકાય છે.
કેલિફોર્નિયમના ઉપયોગ
કેલિફોર્નિયમનો ઉપયોગ ઘણા પ્રકારના પ્રયોગોમાં કરવામાં આવે છે, જેમ કે -
ચોંકાવી દેશે કેલિફોર્નિયમની કિંમત
કેલિફોર્નિયમ વિશ્વના કેટલાક એવા રેડિયોએક્ટિવ પદાર્થોમાં સામેલ છે, જેની કિંમત ખૂબ જ વધારે છે. કેલિફોર્નિયમ એક ખૂબ જ મોંઘો રેડિયોએક્ટિવ પદાર્થ છે, જેના એક ગ્રામની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 17 કરોડ રૂપિયા છે, એટલે કે 50 ગ્રામ કેલિફોર્નિયમ ખરીદવા માટે 850 કરોડ રૂપિયાથી વધુ ચૂકવવા પડશે.
આ પણ વાંચો: દરિયા પર દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલ બ્રિજ તૈયાર, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બતાવી પહેલી ઝલક
કેલિફોર્નિયમ આટલું મોંઘું શા માટે?
કેલિફોર્નિયમના થોડા મિલિગ્રામની કિંમત કરોડોમાં છે. જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 70 હજાર રૂપિયાની આસપાસ છે. કેલિફોર્નિયમ મૂલ્યવાન હોવાના 3 મોટા કારણો છે. પહેલું, તે પૃથ્વી પર કુદરતી રીતે હાજર નથી. તેને એક ખાસ પ્રક્રિયા દ્વારા બનાવવું પડે છે. આ એલિમેન્ટ ખૂબ જ દુર્લભ છે. બીજું, કેલિફોર્નિયમ એ રેડિયોએક્ટિવ પદાર્થ છે. તેથી, તેના ટ્રાન્સપોર્ટ માટે ખાસ શિપિંગ કન્ટેનરની જરૂર હોય છે. ત્રીજું, કેલિફોર્નિયમની હાફ લાઈફ 1 કલાક પણ નથી. હાફ-લાઈફ સૂચવે છે કે એલિમેન્ટ કેટલા સમયમાં ખરાબ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.