radha yadav success story of indian cricketer who takes four wickets in women t 20 world cup
ક્રિકેટ /
વિશ્વકપમાં ધૂમ મચાવનાર ટીમ ઈન્ડિયાની આ ખેલાડીના પિતા આજે પણ ભરે છે દૂધના વારા
Team VTV03:19 PM, 01 Mar 20
| Updated: 03:26 PM, 01 Mar 20
મહિલા ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. સતત જીત નોંધાવી રહેલી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું. ભારત પહેલાં જ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. શ્રીલંકા સામે ભારતની જીતમાં ભારતની સ્પિનર રાધા યાદવનું સૌથી મહત્વનું યોગદાન હતું. ચાર ઓવરમાં 23 રન આપીને ચાર વિકેટ લેનાર રાધાની પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી. રાધા યાદવનું જીવન પણ ખૂબ પ્રેરણાદાયી છે.
ટી 20 વર્લ્ડ કપમાં રાધા યાદવનું શાનદાર પ્રદર્શન
કપરી પરિસ્થિતિમાં કરી તનતોડ મહેનત કરી ટીમમાં સામેલ થઇ રાધા
રાધાના પિતાની મુંબઈમાં છે નાનકડી દુકાન
તનતોડ મહેનત કરીને આગળ આવી રાધા
રાધાએ પહેલી વાર 17 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવ્યું હતું. રાધા માટે આ સફર સરળ ન હતી. મુંબઈનાં કોલિવરી ક્ષેત્રનું વસ્તીમાં 220 ફૂટની ઝૂપડપટ્ટીથી ટીમ ઈન્ડિયા સુધીની સફર એ રાધાની તનતોડ મહેનતનું જ પરિણામ છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન રાજેશ્વરી ગાયકવાડની જગ્યાએ રાધાને સામેલ કરવામાં આવી.
સૌજન્ય : Instagram
ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે રાધાના પિતા
રાધા ઉત્તરપ્રદેશનાં જૌનપુર ગામની વતની છે અને પ્રારંભિક શિક્ષણ પણ તેને ગામમાંથી પ્રાપ્ત કર્યું હતું. રાધાનાં પિતા મુંબઈમાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે જેથી રાધા પણ મુંબઈ આવી ગઈ. મુંબઈમાં ક્રિકેટ કોચિંગની શરૂઆત કરી અને વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી. શરૂઆતમાં તે મુંબઈનાં ટીમનો હિસ્સો હતી. કપરી પરિસ્થિતિમાં રાધાએ ક્યારેય હાર ન માની.
નાનપણથી હતો ક્રિકેટનો શોખ
રાધા યાદવને બાળપણથી ક્રિકેટમાં ખૂબ રસ હતો. છ વર્ષની ઉંમરે મોહલ્લાના છોકરાઓ સાથે ક્રિકેટ રમતી. બધા જ છોકરાઓ વચ્ચે એક દીકરી જોઇને બધા અચંભિત પણ થઇ જતા. પિતાનું કહેવું છે કે અવાર નવાર લોકો કહેતા હતા કે દીકરીને આટલી છૂટ આવી યોગ્ય નથી. પરંતુ તેમણે ક્યારેય આ વાતો પર ધ્યાન ન આપ્યુ અને તેની મરજીથી જીવવાની છૂટ આપી.
બેટ ખરીદવાના પૈસા ન હોવાથી લાકડીને બેટ બનાવીને કરી પ્રેક્ટીસ
રાધાના પિતા આજે પણ એક નાનકડી દુકાન ચલાવે છે. મુંબઈ જેવા મહાનગરમાં ઘરખર્ચ કાઢવામાં પણ તેમને તકલીફ થાય છે. ચાર દીકરા-દીકરીઓનો ખર્ચ અને ઉપરથી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દબાણના નામે દુકાન હટાવી દેવાનો ડર પણ રહે છે. આવી કપરી પરિસ્થિતિમાં રાધા પાસે કીટ તો દૂર બેટ ખરીદવાના પણ પૈસા ન હતા. ત્યારે તે લાકડીને બેટ બનાવીને પ્રેક્ટીસ કરતી હતી.