બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આર અશ્વિને ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમના સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ, 5-5 સ્પિનર પર કસ્યો તંજ
Last Updated: 10:33 PM, 14 February 2025
ICC ચેમ્પિયન 19 તારીખથી શરૂ થવાની છે ત્યારે ભારતીય ટીમના બેસ્ટ સ્પિન બોર્લર આર અશ્વિને ભારતીય ટીમને લઇને સવાલ ઉઠાવ્યા છે.ભારતની ટીમમાં વરૂન ચક્રવતીની પસંદગી થતા હવે ટીમમાં 5 સ્પિન બોર્લર થઇ ગયા છે અને તેને લઇને વિવાદ થઇ રહ્યો છે.ટીમમાં રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ,વરુન ચક્રવતી,વોશિંગટન સુંદરને સ્થાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
BCCIએ ભારતીય ટીમની જાહેરત કરી દીધી છે.ત્યારે બુમરાહને ઇજાને કારણે બહાર કરી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને ચક્રવતીને સ્થાન આપવામાં આવ્યું છે.તેને સ્થાન આપવાની સાથે જ ટીમમાં હવે 5 સ્પિન બોર્લરો થઇ ગયા છે.તેને લઇને જ ભારતના પૂર્વ સ્પિન બોર્લર આર અશ્વિને સવાલ ઉઠાવ્યા છે.
વધુ વાંચો : ભારત-અમેરિકા વચ્ચે F 35 ફાઈટર જેટ ડીલ થતાં પાકના પેટમાં રેડાયું તેલ, શાંતિ આવી યાદ
ADVERTISEMENT
અશ્વિને વાત કરતા કહ્યું કે મને એ ખબર નથી પડતી કે આપડે દુબઇ કેટલા સ્પિનર લઇને જઇએ છે.5 સ્પિનરનો સમાવેશ કર્યો છે ને જયસ્વાલને બહાર બેસાડ્યો છે.તેમને વધુમાં કહ્યું કે 3 થી 4 સ્પિનર બરાબર છે પણ 5 સ્પિનર પસંદ કરવા પર સવાલ ઉઠાવ્યા છે.અશ્વિને કહ્યું કે મને એવુ લાગે છે કે આપડી પાસે 2 સ્પિનર વધારે છે.તમારી પાસે બે લેફ્ટી બોલર અને હાર્દીક પંડ્યા ઓલરાઉન્ડરની ઉપમાં એક સારો વિકલ્પ છે.એટલા માટે અક્ષર અને જાડેજાને સાથે રમાડવામાં આવે.જો તમે વરુનસ ચક્રવતીને રમાડશો તો તમારે એક ફાસ્ટ બોલર બહાર બેસાડવો પડશે.અને હાર્દિકને બીજા ફાસ્ટ બોલર તરીકે રમાડવો પડશે.જો તમારે ત્રીજો બોલર રમાડવો હશે તો એક સ્પિનરને બહાર કરવો પડશે.
ઇગ્લેન્ડ સામેની T-20 સીરીઝમાં પોતાના બોલનો જાદુ દેખાડનાર વરુન ચક્રવતીને વન-ડેમાં ડેબ્યુ કરવાનો મોકો છે.અશ્વિનને આશા છે કે વરુન કુલદીપની સાથે એક સારી જોડી બનાવશે.
અશ્વિને વધુ વાત કરતા કહ્યું કે મને કુલદીપ યાદવને ટીમમાં આવવાથી કોઇ પ્રશ્ન નથી.તો તમે વરુણ ચક્રવતી માટે ટીમમાં જગ્યા કોની ખાલી કરશો ?તો તમે વરુણ અને કુલદીપને એક જોડીને સાથે રમાડો જે ફાયદા કારક સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.