qutub minar complex iconography sculptures excavated asi team visits historians amidst controversies
BIG BREAKING /
સંસ્કૃતિ મંત્રાલયે આપ્યા મોટા આદેશ: દિલ્હીના કુતુબમિનારમાં મસ્જિદથી 15 મીટર દૂર ખોદકામ કરાશે
Team VTV12:01 PM, 22 May 22
| Updated: 12:07 PM, 22 May 22
કુતુબ મીનારને લઈને છંછેડાયેલા વિવાદની વચ્ચે ઐતિહાસિક પરિસરમાં ખોદકામ કરવામાં આવશે. સંસ્કૃતિ
કુતુબ મીનારને લઈને સંસ્કૃતિમંત્રાલયનો મોટો આદેશ
મસ્જિદની બાજૂમાં 15 મીટર દૂર ખોદકામ થશે
નિરીક્ષણ કર્યા બાદ લેવાયો આ નિર્ણય
કુતુબ મીનારને લઈને છંછેડાયેલા વિવાદની વચ્ચે ઐતિહાસિક પરિસરમાં ખોદકામ કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલયના નિર્દેશ પર કુતુબ મીનારમાં મૂર્તિઓની આઈકોનોગ્રાફી કરવામા આવશે. એક રિપોર્ટના આધાર પર કુતુબ મીનાર પરિસરમાં ખોદકામ કરવામાં આવશે. ત્યાર બાદ ASI સંસ્કૃતિ મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપશે.
સંસ્કૃતિ સચિને અધિકારીઓની સાથે નીરિક્ષણ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેથી કુતુબ મીનાર સાથે સાઉથમાં મસ્જિદથી 15 મીટર દૂર પર ખોદકામ શરૂ કરવામા આવશે. આપને જણાવી દઈએ કે, કુતુબ મીનાર જ નહીં, અનંગતાલ અને લાલકોટ કિલ્લા પર પણ ખોદકામ કરવામાં આવશે.
સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહનની સાથે ટીમે કર્યું હતું નિરીક્ષણ
કુતુબ મીનાર પરિસરમાં ખોદકામનો નિર્ણય પહેલા સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને 12 લોકોની ટીમ સાથે નીરિક્ષણ કર્યું હતું. આ ટીમમાં 3 ઈતિહાસકાર, ASIના 4 અધિકારી અને રિસર્ચર હાજર હતા. આ મામલામાં ASIના અધિકારીઓનું કહેવુ છે કે, કુતુબ મીનારમાં 1991 બાદ કોઈ ખોદકામ કરવામા આવ્યું નથી.
1991 બાદ નથી થયું કોઈ ખોદકામ
ASIના અધિકારીઓનું કહેવુ છે કે, કુતુબ મીનારમાં 1991 બાદ કોઈ ખોદકામ થયું નથી, આ ઉપરાંત કેટલાય રિસર્ચ પણ પેન્ડીંગ છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કુતુબ મીનારનું નામ બદલવાની માગ
કુતુબ મીનારનું નામ બદલવાની માગ પણ હાલમાં ચાલી રહી છે. ત્યાર બાદ ત્યાં હિન્દુ સંગઠનના અમુક કાર્યકર્તાઓેએ હનુમાન ચાલીસાનું પણ પઠન કર્યું હતું. હિન્દુ સંગઠનોએ કુતુબ મીનારનું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માગ કરી હતી. હિન્દુ સંગઠનના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે, મુગલો આપણી પાસેથી તેને છીનવી લીધો હતો. તેને લઈને પોતાની માગ રાખી રહ્યા છે. અમારી માગ છે કે, કુતુબ મીનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવામાં આવે.