બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નિવૃતિ પછીની ચિંતા છોડો! મોદી સરકારની આ યોજનાથી દર મહીને મળશે 5 હજાર, આટલું કરો રોકાણ

તમારા કામનું / નિવૃતિ પછીની ચિંતા છોડો! મોદી સરકારની આ યોજનાથી દર મહીને મળશે 5 હજાર, આટલું કરો રોકાણ

Last Updated: 12:16 PM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા લોકો માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેમાંથી એક છે એટલ પેન્શન યોજના. અટલ પેન્શન યોજનાએ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજના છે.

યોગ્યતા/પાત્રતા: ભારતનો કોઇ પણ નાગરિક અટલ પેનશન યોજનામાં જોડાઇ શકે છે, જેની યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે:

અરજદારની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ. તેમનું બેંકમાં બચત ખાતું હોવુ જોઇએ/ખોલાવવું જોઇએ.

નોંધ: સંભવિત અરજદાર રજીસ્ટ્રેશન સમયે બેંકને આધાર અને મોબાઈલ નંબર આપી શકે છે. જેનાથી અરજદારને અટલ પેનશન યોજ ની નિયતકાલિક માહિતી મેળવી શકે છે. જો કે, આધાર નોંધણી માટે ફરજીયાત નથી.

ફાયદાઓ: પેન્શન લોકોને તેમના નિવૃત્તિકાળમાં માસિક આવક પૂરી પાડે છે. પેન્શનની જરૂરિયાત

ઉંમર વધવાની સાથે આવકની ક્ષમતામાં ઘટાડો.

નવા વિભક્ત પરિવાર બનતા આવક ધરાવતા સભ્યોનું સ્થળાંતર.

૬૦ વર્ષની વય રૂ ૧૦૦૦ થી પ૦૦૦ સુધી માસિક પેનશન મેળવી શકાય છે. આ માટે લાભાર્થીએ રૂ.૪૨/- થી ૧૪૫૪/- સુધી ઉંમર આધારિત છ માસિક, ત્રિમાસિક અને કે માસિક ફાળો ભરવાનો રહે છે.

કાર્યપદ્ધતિ:

જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક શાખાનો સંપર્ક કરવો અથવા જો અરજદારનું ખાતું ન હોય તો બચત ખાતું ખોલાવવું. બેંક ખાતા નંબર આપી બેંકના કર્મચારીની મદદથી અટલ પેનશન યોજનાનું નોંધણી ફોર્મ ભરવું.

આધાર અથવા મોબાઇલ નંબર આપવો ફરજિયાત નથી, પરંતુ ફાળા સંબંધિત સંદેશા વ્યવહાર સુગમ બનાવવા તે જરૂરી છે. માસિક/ત્રિમાસિક/છ માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

વધુ વાંચોઃ બનાસકાંઠામાં હિટ એન્ડ રન, રાહદારીનું માથું ફાડી નાખ્યું, દમણમાં બસચાલકે સ્કૂટી ઢસડી, બેનાં મોત

અમલીકરણ સંસ્થાઓ

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Citizens of India Govt Atal Pension Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ