ક્વિન્ટન ડિ કૉકની આ તોફાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ છે. ક્વિન્ટન ડિ કૉકની આ તોફાની સદી બાદ સ્ટેડિયમમાં રહેલી તેની પત્નીનું રિએક્શન જોવાલાયક હતુ. સોશિયલ મીડિયામાં ક્વિન્ટન ડિ કૉકની પત્નીનુ રિએક્શન ખૂબ વાયરલ થઇ રહ્યું છે.
ક્વિન્ટન ડિ કૉકની પત્નીનું રિએક્શન ખૂબ વાયરલ થયુ
ક્વિન્ટન ડિ કૉક જેવી પોતાની સદી પૂર્ણ કરે છે તો સ્ટેડિયમમાં રહેલ તેની પત્ની દીકરીને ખોળામાંથી ઉપાડીને ખુશીથી ઝૂમી ઉઠે છે. ક્વિન્ટન ડિ કૉકની પત્ની સાશા હાર્લીનો આ વીડિયો ક્રિકેટ પ્રેમીઓને ખૂબ પસંદ આવી રહ્યો છે. ક્વિન્ટન ડિ કૉક પણ સદી લગાવ્યાં બાદ ખૂબ લાગણીશીલ મુદ્રામાં દેખાયા હતા. ક્વિન્ટન ડિ કૉકની આ ધમાકેદાર ઈનિંગના કારણે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે કોલકત્તા નાઈટ રાઈડર્સને 2 રનથી પરાજય આપ્યો.