ઘરે બેઠા આવી રીતે સેટ કરો BIKEની એવરેજ, પેટ્રોલ ઓછું બળશે અને માઇલેજ થશે ડબલ

By : krupamehta 04:00 PM, 22 February 2019 | Updated : 04:00 PM, 22 February 2019
દુનિયામાં આ વાત દરેક લોકોને હેરાન કરે છે જેમ જેમ બાઇક જૂનું થતું જાય છે તો માઇલેજ કેમ ઓછી થઇ રહી છે. જી હા આજે અમે તમને એ વાતો માટે જણાવીએ છીએ જેનાથી બાઇકની માઇલેજ જાતે જ ડબલ થઇ જશે. 

જો તમે બાઇક ચલાવતી વખતે સતત ગિયર બલદો છો તો એનાથી ક્લચ પર દબાણ પડે છે, જેના કારણે ક્લચને નુકસાન થાય છે અને માઇલેજ ઓછી થઇ જાય છે. આ સાથે જે લોકો ઝડપથી ગિયપ બદલે છે અને ફાસ્ટ આરપીએમ પર ઓછા ગિયર પર બાઇક ચલાવે છે એનાથી પણ માઇલેજ ઘટે છે. આ ચીજોથી ક્લચ પ્લેટ અને એન્જીન પર ખૂબ જ અસર પડે છે. જે સીધી રીતે માઇલેજ ઘટાડે છે. 

વધારે ટ્રાફિક વાળી જગ્યા પર સતત ગિયર બદલવાના હોય છે, જેના કારણથી પેટ્રોલનો ખર્ચ ઓછો થાય છે. જો તમે ટ્રાફિકમાં ફસાઇ ગયા છો તો ગિયરને ધીરે બદલે અને જરૂર નથી તો એન્જીન બંધ કરી દો. 

જે લોકો બાઇકને ફાસ્ટ ચલાવે છે તો એનાથી પેટ્રોલનો વપરાશ વધારે થાય છે. એના માટે તમારા ટોપ ગિયરમાં બાઇકને 60 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચલાવશો તો પેટ્રોલનો વપરાશ ઓછો થશે. એનાથી બાઇક સરળતાથી કંટ્રોલમાં પણ રહે છે. 

જો ટાયરમાં હવાનું પ્રેશર ઠીક રહેશે તો એનાથી ટાયર ફાટવાનું જોખમ પણ રહેશે નહીં અને માઇલેજ પણ ઠીક રહેશે. જેવું ટાયરમાં હવાનું પ્રેશર ઓછું થાય છે તો એનાથી એન્જીન પર લોડ વધારે આવશે, કારણ કે એન્જીનને વધારે પાવરની જરૂર પડશે. જો એન્જીનને વધારે પાવરની જરૂર પડશે તો એનાથી સીધી રીતે બાઇકનું માઇલેજ ઘટશે. Recent Story

Popular Story