Team VTV12:17 PM, 10 May 20
| Updated: 12:19 PM, 10 May 20
ઔરંગાબાદ જેવી એક દૂર્ઘટના પૂનામાં થઇ જતા ટળી ગઇ છે. અહીં ઉરલી કાંચન રલેવે લાઇન પર ચાલી રહેલા શ્રમિકોનો જીવ ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાથી બચી ગઇ છે.
મધ્ય રેલવે દ્વારા મળતી જાણકારી મુજબ પૂના જઇ રહેલી માલગાડીના ડ્રાઇવરને ઉરલી કાંચન સ્ટેશનની પાસે રેલવે ટ્રેક પર કેટલાંક લોકો ચાલતાં જઇ રહ્યાં હતા અને કેટલાંક રેલવે ટ્રેક પર બેઠાં હતા.
પાટા પર શ્રમિકોને જોઇને ટ્રેનના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી હતી. તેણે દૂરથી જ માલગાડીનો હોર્ન વગાડવાનો શરૂ કર્યો હતો. સમયસૂચકતાના કારણે હોર્ન સાંભળતાની શ્રમિકો પાટા પરથી નીચે ઉતરી ગયા. જો કે માલગાડીના ડ્રાઇવરે કોઇપણ ખતરાને ન લેવાની જગ્યાએ માલગાડીની ઇમરજન્સી બ્રેક મારી દીધી.
મોટા અવાજ સાથે ટ્રેનના પૈડા રેલવે ટ્રેક સાથે ઘસાયાં અને ટ્રેન થોડે દૂર આગળ આવ્યાં બાદ અંતમાં રોકાઇ ગઇ હતી. આ ઘટનાથી શ્રમિકો ડરી ગયા હતા. ટ્રેન રોકાઇ જતાં શ્રમિકોના જીવમાં જીવ આવ્યો. ટ્રેનના ડ્રાઇવરે શ્રમિકોને સમજાવ્યાં કે કોઇપણ પરિસ્થિતિમાં ટ્રેનના પાટા પર ન ચાલો.
ટ્રેનના ટ્રેક પર પ્રવાસ ન કરો
ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન સાધન બંધ થવા પર ઘણાબધા શ્રમિકો રેલવેના ટ્રેક પર પ્રવાસ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં આ ઘણું ખતરનાક સાબિત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં એક દૂર્ઘટના 16 શ્રમિકોને માલગાડી હેઠળ કચડાઇ ગયા હતા. આ શ્રમિકો રેલવે ટ્રેક પર ચાલી રહ્યાં હતા.