બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 50થી વધુ રબર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, પ્રિન્ટર... મોડાસામાં નકલી સિંચાઈ ઓફિસ મામલે ખૂંચે છે આ સવાલો

સત્ય શું? / 50થી વધુ રબર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, પ્રિન્ટર... મોડાસામાં નકલી સિંચાઈ ઓફિસ મામલે ખૂંચે છે આ સવાલો

Last Updated: 03:47 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી ઓફિસ મળી આવી છે, જેને લઈને હવે વિવાદ ઉભો થયો છે. નકલી ઓફિસ ધમધમતી હોવાનો ખુલાસો ધારાસભ્યના આરોપ બાદ થયો છે. ત્યારે કેટલાક સવાલો પણ ઉભા થયા છે.

અરવલ્લી: અરવલ્લીના મોડાસામાં નકલી સિંચાઈ વિભાગની ઓફિસ ધમધમતી હોવાનો ખુલાસો થયો છે. બાયડના ધારાસભ્યએ આ નકલી ઓફિસ ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી મોડાસા ટાઉન પોલીસ અને અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે ધારાસભ્યના આરોપ બાદ મોડાસાના તિરુપતિ રાજ બંગ્લોઝમાં ચાલતી તપાસમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.

ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી DDOએ તપાસ હાથ ધરી. પોલીસને તપાસમાં કોરા લેટરહેડ, સિક્કા અને કંપનીઓના કોરા બિલ જેવી વસ્તુઓ મળી આવી, જેને જોઈને એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે નકલી સિંચાઇની ઓફિસ આજકાલની નહીં પણ વર્ષોથી ચાલી રહી છે. આ અંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહના આરોપને લઈને મોડાસાના રાજ બંગ્લોઝમાં તપાસ શરૂ કરાઈ હતી. નકલી ઓફિસ છેલ્લા ત્રણ વર્ષથી ધમધમી રહી હોવાનો પણ ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો હતો. તપાસમાં નકલી ઓફિસમાંથી 50થી વધુ રબર સ્ટેમ્પ તેમજ અન્ય સ્ટેશનરી મળી આવી. આ સાથે સિંચાઈ વિભાગના લેટર પેડ, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ બંગ્લોઝમાં ચાલતી ઓફિસમાં DDOની તપાસમાં અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તપાસમાં જે કઈ સામે આવ્યું છે તેના પરથી સિંચાઈ વિભાગના હાલના અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ મળીને આ નકલી ઓફિસ ચલાવી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. તેવામાં નકલી ઓફિસની તપાસમાં કેટલીક પ્રાઇવેટ કંપનીઓના કોરા બિલ પણ મળી આવ્યા છે. કોરા લેટરહેડ, સિક્કા અને કંપનીઓના કોરા બિલને લઈને નકલી ઓફિસમાં મોટા કાળા કાંડ કરવામાં આવતા હોવાની આશંકા તેજ બની છે. સમગ્ર ઘટનાને લઈને તપાસ દરમિયાન મળેલા સિંચાઈ વિભાગના રેકોર્ડ્સ, તાલુકા સિંચાઈ વિભાગના સિક્કા, કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

નકલી ઓફિસ ચાલતી હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પર્દાફાશ કર્યા બાદ હવે સમગ્ર કેસમાં કમિટીની રચના બાદ તપાસમાં જે સામે આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે રાજ્યમાં છેલ્લા થોડા સમયથી નકલી અધિકારીઓ, બાદ નકલી ઓફિસ અને નકલી ઓફિસના નામે સરકારી કામો બારોબાર કરાવાતા હોવાના કૌભાંડ સામે આવી રહ્યા છે. તેવામાં સરકારે પોતાની વિશ્વસનિયતા બનાવવા સરકારના નામે નકલી ઓફિસો ખોલી સરકારના નામે કૌભાંડ આચરતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.

જળસંપત્તિ વિભાગના સચિવનું નિવેદન ખુલાસો

તપાસ વચ્ચે રાજ્યના જળસંપત્તિ વિભાગના સચિવે જણાવ્યું કે અરવલ્લીમાં નકલી સિંચાઈ વિભાગની ઓફિસ મળવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. સચિવ એ.કે. પટેલે પ્રાથમિક રિપોર્ટ માગ્યો છે. તેમણે કહ્યું કે પ્રાથમિક માહિતી પ્રમાણે પંચાયત વિભાગની કચેરી છે. અરવલ્લી કાર્યપાલક ઇજનેર પાસેથી પ્રાથમિક રિપોર્ટ મગાવ્યો છે. કાર્યપાલક ઇજનેર તપાસ કરીને રિપોર્ટ સોંપશે.

વધુ વાંચો: AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો, રસ્તાઓ પર મૂકવામાં આવેલ ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ બંધ હાલતમાં

ઉઠી રહ્યા છે સળગતા સવાલો

ત્યારે હવે આ નકલી ઓફિસને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે કે સરકારી કાગળો અને સિક્કાઓ રિટાયર્ડ અધિકારી પાસે કેમ? વર્તમાન અધિકારીએ રિયાયર્ડ અધિકારીના ઘેર કેમ જવું પડ્યું? અધિકારી દ્વારા સરકારી ઓફિસની જગ્યાએ પ્રાઈવેટ મકાનનો ઉપયોગ કેમ? રિટાયર્ડ અધિકારી પી એમ ડામોરના આ મકાનમાં કેટલા સમયથી આ પ્રવુતિ ચાલતી હતી? રાઉન્ડ સીલ સરકારી કાગળો અધિકારીના ઘેર કઈ રીતે પહોંચ્યા? શું અધિકારીઓની મિલીભગતથી ચાલતી હતી નકલી ઓફિસ? નકલી ઓફિસથી સરકારી તિજોરીને કેટલું નુકશાન પહોચ્યું? જો ઘરેથી જ વહીવટી કામકાજ કરવાના હોય તો સરકારી ઓફિસોની શું જરૂર? વર્તમાન અધિકારીએ સલાહ લેવા કેમ જવું પડ્યું? શું અધિકારી ક્વોલિફાય નથી? નકલી ઓફિસમાંથી સરકારી કોમ્પ્યુટર કઈ રીતે પહોંચ્યા?

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli Fake Irrigation Office Modasa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ