બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના રામોલમાંથી ઝડપાયો રૂ. 38 લાખનો દારૂ, 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા
Last Updated: 02:37 PM, 21 January 2025
અમદાવાદનાં રામોલમાં દારૂનો જથ્થો પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે દારૂ અને બીયરનાં જથ્થા સાથેનું કન્ટેઈનર પકડ્યું છે. રામોલ પોલીસે 38 લાખની કિંમતનાં દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. કન્ટેઈનરમાં ગુપ્ત રીતે દારૂની હેરાફેરી થતી હતી. રાજસ્થાનથી દારૂ લાવી અમદાવાદમાં પહોંચાડવાનું કારસ્તાન હતું. રાજસ્થાનનાં કુખ્યાત બુટલેગર સુભાષ બિશ્નોઈએ દારૂ મોકલ્યો હોવાનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
ADVERTISEMENT
અમદાવાદમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં અમદાવાદમાં પોલીસ દ્વારા ઝોન-2 DCPની આગેવાનીમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન 428 જેટલા લોકો સામે કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે, પોલીસની ટીમ દ્વારા અસામાજિક તત્વોના અડ્ડા ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું અને ખાસ ભાડુઆતો જ્યાં રહેતા હતા તે ઘર પણ તપાસવામાં આવ્યા હતા.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસની ટીમ કાર્યરત
મેટ્રો સિટી અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસની ટીમ કાર્યરત છે. આ દરમિયાન અમદાવાદ ઝોન-2 DCPની આગેવાનીમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની ટીમ દ્વારા કાળીગામ, અચેર, છારાનગર, ધરમનગર, ત્રાગડ વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા ઉપર સર્ચ કરવામાં આવ્યું છે.
વધુ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર, આજે થશે તારીખ જાહેર
428 જેટલા લોકો સામે કાર્યવાહી કરાઇ
આ સાથે ભાડુઆતો જ્યાં રહેતા હતા તે ઘર પણ તપાસવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બ્રેથ એનાલાઇઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાધનો સાથે ચેકિંગ કરાયુ હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા 428 જેટલા લોકો સામે કાર્યવાહી કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.