બ્રેકિંગ ન્યુઝ
Krupa
Last Updated: 10:49 AM, 16 August 2019
દવાઓમાં ઉપયોગ થતા એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રીડિએટ્સ (API) પર 8 સપ્ટેમ્બરથી QR કોડ લગાવવાો ફરજિયાત થશે. APIમાં QR કોડ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે અસલી અને નકલી દવાઓની ઓળખ સરળ થશે. ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડે જૂનમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તમને જણાવી દઇએ કે દર વર્ષે 13000 કરોડ રૂપિયાની API આયાત કરે છે.
ADVERTISEMENT
સરકારે જારી કરી નોટીફિકેશન
એને લઇને કેન્દ્ર સરકારે નોટીફિકેશન જારી કરીને કહ્યું છે કે QR કોડમાં નિર્માતા અને બેચ નંબરની જાણકારીની સાથે જ એક્સપાયરી અને ઇમ્પોર્ટરની પણ જાણકારી હશે.
US રિપોર્ટ અનુસાર ભારતમાં બનેલી 20 ટકા દવાઓ નકલી હોય છે. એક સરકારી રિપોર્ટ અનુસાર 3 ટકા દવાઓની ક્વોલિટી બોગસ હોય છે.
ADVERTISEMENT
શું હોય છે API?
એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિએટ્સ એટલે કે API ઇન્ટરમીડિએટ્સ, ટેબલેટ્સ, કેપ્સૂલ્સ અને સિરપ બનાવવાના મુખ્ય રો મટિરીયલ્સ હોય છે.
કોઇ પણ દવા બનાવવામાં APIની મુખ્ય ભૂમિકા હોય છે અને આ API માટે હવે ભારતીય કંપનીઓ ઘણી હદ સુધી ચીન પર નિર્ભર છે.
QR કોડ
જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે દવાઓ માટે આયાત થઇ રહેલા કાચા માલ એટલે કે APIમાં મોટો ગોટાળો પકડ્યો હતો. ખાસ કરીને ચીનથી બોગસ ગુણવત્તા, પ્રતિબંધિત અને મિલાવટી શ્રેણીની API આયાત થઇ રહી છે. ઇમ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમની ખામીઓનો ફાયદો ઊઠાવીને નવી દવાઓ લૉન્ચ કરી દીધી અને બોગસ કાચા માલના કારણે ઘણી દવાઓની અસર દર્દી પર થઇ રહી નહતી. ચીનથી ભારત 72 ટકા એપીઆઇ ઇમ્પોર્ટ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.