બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PVR, Cinepolis and INOX to celebrate Pathan Day: Get cheap tickets, know the price

મનોરંજન / PVR, Cinepolis અને INOX ઉજવશે પઠાન ડે: સાવ સસ્તામાં મળશે ટિકિટ, જાણો કિંમત

Megha

Last Updated: 04:55 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાણ ફિલ્મે ભારતીય બોક્સઓફીસમાં 502 કરોડની અને એ સાથે જ વર્લ્ડવાઈડ 970 કરોડની કમાણી કરી લીધી છે.જો કે હજુ સુધી આ ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડની ક્લબમાં પ્રવેશી શકી નથી.

  • 'પઠાણ'એ રિલીઝના 23મા દિવસે પણ સારી કમાણી કરી
  • થીયેટરમાં ઉજવાશે 'પઠાણ ડે' 
  • પઠાણ ફિલ્મે તોડ્યા કમાણીના ઘણા રેકોર્ડ 

શાહરુખ ખાને પઠાણ ફિલ્મ દ્વારા સાબિત કરી બતાવ્યું છે કે તે આજે પણ બોક્સ ઓફિસનો બાદશાહ છે. ફિલ્મ પઠાણએ બોક્સ ઓફિસમાં સુનામી લાવી દીધી છે અને શાહરૂખ ખાને ઈતિહાસના પાનામાં પોતાનું ધમાકેદાર કમબેક નોંધાવ્યું છે. ફિલ્મ પઠાણનું તોફાન એવું છે કે અટકવાનું નામ નથી લઈ રહ્યું. જણાવી દઈએ કે શાહરૂખની ફિલ્મ રિલીઝ થયાના ત્રણ અઠવાડિયા પૂરા થઇ ગયા છે પણ ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ છે. 'પઠાણ'એ રિલીઝના 23મા દિવસે પણ સારી કમાણી કરી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Raj Films (@yrf)

23 દિવસમાં પઠાણ ફિલ્મે તોડ્યા કમાણીના ઘણા રેકોર્ડ 
સિદ્ધાર્થ આનંદના ડાયરેકશનમાં બનેલ ફિલ્મ પઠાણ એ બુધવારે વર્લ્ડવાઈડ 7 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ પઠાણએ ભારતીય બોક્સઓફીસમાં 502 કરોડની કમાણી કરી લીધી છે અ સાથે જ વર્લ્ડવાઈડ 970 કરોડની કમાણી કરી લીધી છે. જો કે હજુ સુધી આ ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડની ક્લબમાં પ્રવેશી શકી નથી. આવી સ્થિતિમાં, નિર્માતાઓએ આ સપ્તાહના અંતે બમ્પર કમાણી કરવા માટે એક નવી યુક્તિ અજમાવી છે. આ શુક્રવાર 'પઠાણ ડે' મનાવવામાં આવશે અને એ સાથે જ થીયેટરમાં પઠાણ ફિલ્મની ટિકિટ 110 રૂપિયામાં મળશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Raj Films (@yrf)

થીયેટરમાં ઉજવાશે 'પઠાણ ડે' 
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ'નું બજેટ 250 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઈડ વિશ્વભરમાં આ ફિલ્મ બજેટ કરતાં 288% વધુ કમાણી કરીને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની ગઈ છે. અ છતાં પણ નિર્માતાઓની ઈચ્છા છે કે ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડ કલબનો હિસ્સો બને. ફિલ્મ હવે થિયેટરોમાં લાંબા અંતરની મુસાફરીના અંતિમ તબક્કામાં છે. જ્યારે કાર્તિક આર્યનની 'શહજાદા' અને માર્વેલની 'એન્ટ-મેન એન્ડ ધ વેસ્પ ક્વોન્ટુમેનિયા' પણ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. અ ફિલ્મોથી 'પઠાણ'ની કમાણી પર અસર થશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શુક્રવારે 110 રૂપિયામાં ટિકિટમાં વહેંચીને દર્શકોને આકર્ષેવાનો પ્રયત્ન કર્યો છે. PVR, INOX અને CINEPOLIS થીયેટરમાં 17 ફેબ્રુઆરીના દિવસે પઠાણ ડે ઉજવવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Film Pathaan Pathaan Pathaan Box Office Collection Pathaan Release Date Pathaan day પઠાણ ફિલ્મ Film Pathaan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ