બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pvc aadhaar card of the whole house can be made with a single number

તમારા કામનું / હવે ફક્ત 1 જ નંબરથી બનાવી શકાશે આખા પરિવારનું આધાર, જાણો શું છે PVC Aadhaar Card

Arohi

Last Updated: 04:39 PM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ઘરે બેઠા PVC Aadhaar Card બનાવી શકાશે. સૌથી સારી વાત એ છે કે તમે એક જ મોબાઈલ નંબરથી આખા પરિવાર માટે PVC Aadhaar Card બનાવી શકશો.

  • જાણો શું છે PVC Aadhaar Card
  • UIDAIએ ટ્વીટ કરી જાતે આપી માહિતી 
  • આ સિમ્પલ રીતે કરી શકો અરજી 

આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ બની ગયું છે જેની જરૂર આપણને દરેક જગ્યા પર પડે છે. તેના વગર તમે કોઈ પણ સરકારી સ્કીમનો ફાયદો નહીં ઉઠાવી શકો. સમયની સાથે આધાર કાર્ડમાં ઘણા ફેરફાર આવ્યા છે. Unique Identification Authority of India (UIDAI) આ વર્ષે PVC આધાર કાર્ડ લઈને આવ્યું છે. જે રાખવું ખુબ સરળ છે અને લાંબા સમય સુધી ચાલે છે. સૌથી સારી વાત એ છે કે તમે એક જ મોબાઈલ નંબરથી આખા પરિવાર માટે પીવીસી કાર્ડ ઓર્ડર કરી શકો છો. 

UIDAIએ ટ્વીટ કરી આપી જાણકારી 
UIDAIએ ટ્વિટર પર તેની જાણકારી આપી છે. UIDAIએ ટ્વીટ કરતા કહ્યું કે 'તમે પોતાના આધારની સાથે રજીસ્ટર મોબાઈલ નંબરની ચિંતા કર્યા વગર વેરિફિકેશન માટે ઓટીપી મેળવવા માટે કોઈ પણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વ્યક્તિ આખા પરિવાર માટે આધાર પીવીસી કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે.'

50 રૂપિયામાં બની જાય છે PVC આધાર કાર્ડ 
સૌથી સારી વાત એ છે કે તમે એખ મોબાઈલ નંબરથી જ આખા પરિવાર માટે PVC આધાર કાર્ડ બનાવી શકો છો. PVC આધાર કાર્ડ કેરી કરવામાં સરળ પડે છે. આ પ્લાસ્ટિક ફોર્મમાં આવે છે. તેની સાઈઝ એક ATM ડેબિટ કાર્ડ જેટલી જ હોય છે તેને સરળતાથી ખિસ્સા કે વોલેટમાં કેરી કરી શકાય છે. જો તમે PVC આધાર કાર્ડ બનાવવા માંગો છો તો તમારે ફક્ત 50 રૂપિયાની મામુલી ફી ભરવી પડશે. 

કઈ રીતે કરશો PVC આધાર કાર્ડ માટે એપ્લાય 

  • જો PVC આધાર કાર્જ માટે અરજી કરવા માંગો છો તો તમે UIDAIની વેબસાઈટ  uidai.gov.in અથવા resident.uidai.gov.in પર જઈને કરી શકો છો. 
  • વેબસાઈટ પર પોતાનો આધાર કાર્ડ નંબર, વર્ચુઅલ આઈડી નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે. 
  • 50 રૂપિયાની ફી આપીને તમે ઓર્ડર કરી શકશો. એમુક દિવસ બાદ આ તમારા રજીસ્ટર્ડ એડ્રેસ પર પહોંચી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card One Number Pvc Aadhaar Card આધાર કાર્ડ Aadhaar Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ