બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / પીવી સિંધૂનું ગોઠવાઈ ગયું, કોણ છે બેડમિન્ટન સ્ટારનો 'ચાંદ', લગ્નના ફંક્શનની તારીખો અને સ્થળ ફાઈનલ

સ્પોર્ટ્સ / પીવી સિંધૂનું ગોઠવાઈ ગયું, કોણ છે બેડમિન્ટન સ્ટારનો 'ચાંદ', લગ્નના ફંક્શનની તારીખો અને સ્થળ ફાઈનલ

Last Updated: 12:06 AM, 3 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. તે 22 ડિસેમ્બરે લગ્નના સંબંધમાં બંધાશે. ઉદયપુરથી લઈને હૈદરાબાદમાં ફંક્શન થશે. જાણો કોણ છે દુલ્હો?

બે વાર ઓલમ્પિક પદક વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના સંબધમાં બંધાશે. રવિવારે લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં જીત સાથે લાંબા સમયના ખિતાબના દુષ્કાળને પૂરો કરનાર ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ, હૈદરાબાદ સ્થિત વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે, જે પોસીડેક્સ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શન

સિંધુના પિતા પીવી રમનાએ પીટીઆઈને જણાવ્યું, 'બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા પરંતુ એક મહિના પહેલા બધુ નક્કી થયું. આ એક માત્ર સંભવિત સમય હતો કેમ કે જાન્યુઆરીમાં સિંધુનો કાર્યક્રમ ખૂબ વ્યસ્ત રહેવાનો છે.' તેમણે કહ્યું, ' આ જ કારણ છે કે બંને પરિવારોએ 22 ડિસેમ્બરે લગ્ન કરવાનો નિર્ણય લીધો. રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રહેશે. તે ઝડપથી પોતાની ટ્રેનિંગ શરૂ કરશે કારણ કે આગામી સત્ર ખૂબ મહત્વપૂર્ણ રહેવાનું છે.' લગ્ન સંબંધિત કાર્યક્રમ 20 ડિસેમ્બરે શરૂ થશે.  

બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા

પીવી સિંધુએ બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા. ભારતીય શટલરે 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય સિંધુએ 2020માં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેની પાસેથી પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી. જોકે આ ઓલિમ્પિકમાં તે કોઈ મેડલ મેળવી ન શકી.

આવનાર થોડા વર્ષો સુધી રમશે સિંધુ

સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેંટ જીત્યા બાદ  સિંધુએ કહ્યું, ' આ જીતથી ચોક્કસ મારો આત્મવિશ્વાસ વધશે. 29 વર્ષનું થવું ઘણી રીતે ફાયદાકારક છે કારણ કે મારી પાસે ઘણો અનુભવ છે. સ્માર્ટ અને અનુભવી થવું મહત્વપૂર્ણ છે અને હું નિશ્ચિતરૂપે આગળના થોડા વર્ષો સુધી રમીશ.' તેને કહ્યું, 'મારું મુખ્ય લક્ષ્ય ઇજાથી મુક્ત રહેવાનું છે જે ખૂબ મહત્વપૂર્ણ છે. લોસ એન્જલસ ઓલિમ્પિક હજી ઘણી દૂર છે. હું ચોક્કસ પણે રમીશ, પરંતુ ઇજાથી મુક્ત રહેવું અને રમતની મજા માનવી જરૂરી છે.'  

સંકળાયેલા મુદ્દાઓ

PV Sindhu PV Sindhu Wedding Venkata Datta Sai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ