બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Olympics 2024 / Olympicમાં માત્ર ભારતીય મહિલા પ્લેયરે જ કર્યો છે આ કમાલ, નોંધાયોલે છે અનોખો રેકોર્ડ

સ્પોર્ટ્સ / Olympicમાં માત્ર ભારતીય મહિલા પ્લેયરે જ કર્યો છે આ કમાલ, નોંધાયોલે છે અનોખો રેકોર્ડ

Last Updated: 04:24 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત 26 જુલાઇથી થશે. ભારતનું સૌથી મોટું દળ એથ્લેટિક્સનું છે. એથ્લેટિક્સની જુદી-જુદી ઈવેન્ટમાં ભારતના કુલ 30 ખેલાડીઓ ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિક 2024ના મહાકુંભની શરૂઆત 26 જુલાઈએથી થઈ રહી છે. ઓલમ્પિકની દુનિયામાં સૌથી મોટી ગેમ્સમાંથી એક માનવામાં આવે છે. અહીં દુનિયાભરના તમામ એથલીટ મેડલ માટે રમતા હોય છે. ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય પ્લેયર્સે સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 7 પદક પોતાના નામે કર્યા હતા જે એક ઓલમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ઓલમ્પિકના ઈતિહાસમાં ભારત માટે હજી સુધી પીવી સિંધુએ જ બે મેડલ જીત્યા છે.

સિંધુના કોચનું નામ પુલેગા ગોપીચંદ છે

પીવી સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદમાં એથલીટ પરિવારમાં થયો હતો. તેના માતા-પિતા વોલીબોલ પ્લેયર હતા. તેમની બહેન નેશનલ લેવલની હેન્ડબોલ ખેલાડી હતી. પરંતુ સિંધુએ આ બંને ગેમમાં પોતાની કરિયર ન બનાવી. તેને પોતાની કરિયર બેડમિન્ટનમાં બનાવી. ભારતીય બેડમિન્ટનના દિગ્ગજ પુલેલા ગોપીચંદે તેને ટ્રેનિંગ આપી અને આજે આખી દુનિયામાં તેમનું નામ છે.

રિયો ઓલમ્પિક 2016માં રજત પદક જીત્યું

રિયો ઓલમ્પિક 2016માં બેડમિન્ટનની સુપરસ્ટાર ખેલાડી સાઈના નેહવાલ મેડલ જીતશે તેવી લોકોને આશા હતી. પરંતુ તે યુક્રેનની મારિયા ઉલિટિનાની સામે હારી ગઈ અને ગ્રુપ સ્ટેજથી બહાર જતી હતી હતી. ત્યારે પીવી સિંધુ સ્ટાર બની ગઈ. તેને પોતાની પહેલી મેચમાં લોરા સરોસીને 21-8,21-9થી હરાવી હતી. તેના પછી પીવી સિંધુએ ફાઈનલમાં પોતાના માટે જગ્યા બનાવી હતી.

ફાઈનલમાં પહોંચનાર પહેલી ભારતીય મહિલા પ્લેયર

પીવી સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની તાઈ ત્યુ યિંગને 21-13, 21-15થી હરાવી હતી. તેના પછી સેમીફાઈનલમાં તેનો સામનો નોઝોમી ઓકુહારા સાથે થયો હતો. સેમીફાઈનલમાં તેનું દમદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેને 21-19,21-10 સાથે જીત મેળવી હતી અને ફાઈનલમાં ઈતિહાસ રચ્યો હતો. પરંતુ ફાઈનલમાં તેને કેરોલિના મારિનની સામે હારનો સામનો કરવો પડયો હતો. તે ઓલમ્પિકમાં બેડમિન્ટનમાં રજત પદક જીતનાર પહેલી મહિલા પ્લેયરલ બની હતી.

વધુ વાંચોઃ- T20માં સંન્યાસ બાદ ભક્તિમાં લીન થયો વિરાટ કોહલી, શ્રી રામની ધૂન પર થયો ધ્યાન મગ્ન, જુઓ વીડિયો

ટોક્યો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ત્યાર પછી ટોક્યો ઓલમ્પિકની સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી પણ સિંધુએ મેડલની આશા નહોતી છોડી અને બ્રોન્ઝ મેડલ માટે ચીનની બિંગ જિયોને 21-13, 21-15 હરાવી અને કાંસ્ય પદક પોતાના નામે કરી લીધું. તે ઓલમ્પિકના ઈતિહાસમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા પ્લેયર બની હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Olympics 2024 pv sindhu Indian Women
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ