બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Putin holds rally at Moscow stadium in support of Ukraine invasion

BIG NEWS / VIDEO: યુદ્ધની વચ્ચે પુતિનનું નવું સ્વરૂપ! 2 લાખની ખચોખચ ભીડ વચ્ચે આપ્યું ભાષણ, ઝૂમી ઉઠ્યા લોકો

Parth

Last Updated: 09:03 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસ્કો લુઝિન્કી સ્ટેડિયમમાં આયોજિત આ વિશાળસભામાં લગભગ 2 લાખ કરતાં વધારે લોકો એકઠા થયા હતા.

23 દિવસથી જંગ વચ્ચે પુતિનનું નવું સ્વરૂપ 
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 23 દિવસથી જંગ યથાવત છે. એક તરફ પુતિન વિશ્વના કોઈ નેતાનું માનવા તૈયાર નથી તો બીજી તરફ ઝેલેન્સ્કી અંતિમ શ્વાસ સુધી હાર સ્વીકારવા તૈયાર નથી. આમ બન્ને વચ્ચે પડેલી મડાગાંઠના માહોલમાં પુતિનનું નવું સ્વરૂપ જોવા મળ્યું. અત્યાર સુધી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી નજરે ચડતા પુતિને મોસ્કોમાં લુઝિન્કી સ્ટેડિયમમાં વિશાળ જાહેરસભા યોજીને દુનિયાનું ધ્યાન ખેંચ્યુ છે. 

યુક્રેનના વિવિધ શહેરો પર રશિયન સૈનિકો દ્વારા ભીષણ ગોળીબારી વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની સેનાની પ્રસંશામાં એક વિશાળ સભાનું આયોજન કર્યું હતુ.

હજારોની સંખ્યામાં લોકોમાં દેશદાઝ જગાડવા પ્રયાસ 
મોસ્કો લુઝિન્કી સ્ટેડિયમમાં આયોજિત આ વિશાળસભામાં લગભગ 2 લાખ કરતાં વધારે લોકો એકઠા થયા હતા. જ્યાં રશિયન ગાયક ઓલેગ ગાજમાનોવે. જેમાં દેશ ભક્તિનું ગીત મેડ ઈન ધ યુએસએસઆર' ગાવામાં આવ્યું. જે ગીતના મુખડાના શબ્દો હતા `યૂક્રેન એન્ડ ક્રીમિયા, બેલારુસ એન્ડ મોલ્દોવા, ઈટ ઇઝ ઓલ માય કન્ટ્રી'

પુતિનના સમર્થનમાં આવ્યું આખું રશિયા 
આ વિશાળ સભા આયોજિત કરીને પુતિને પોતાના દેશમાં પોતાની સામે જ લોકોના થઈ રહેલા વિરોધને ખોટો પ્રચાર સાબિત કર્યો. કહેવાય છે કે, મોસ્કોમાં આ વિશાળસભાનુ આયોજન યુક્રેનથી છીનવી લેવાયેલા ક્રીમિયાઈ ઉપખંડ પર રશિયાના કબજાની આઠમી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ સભામાં પુતિન મંચ પર આવ્યા તે પહેલા વક્તાઓએ પુતિનની સરખામણી યુક્રેનમાં નાઝીવાદ સામે લડનારા નેતા તરીકે કરીને પ્રશંસા કરી હતી. રશિયાની રાજધાની મોસ્કોમાં ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં વ્લાદિમીર પુતિને પોતાના નાગરિકો અને સૈન્ય જવાનનો કંઈક આ રીતે ઉત્સાહ વધાર્યો 

યુક્રેન સાથે યુદ્ધ ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી પુતિન મોટે ભાગે વૈશ્વિક નેતાઓ સાથેની વિડિયો કોન્ફરન્સિંગ મીટિંગોમાં અને પોતાના સૈન્ય અધિકારીઓ સાથેની બેઠકોમાં જ જોવા મળતા હતા. પરંતુ હવે તમામ અપેક્ષાઓથી વિપરિત યુદ્ધના માહોલમાં તેઓ પોતાના નાગરિકો વચ્ચે જાહેર સભામાં જોવા મળી રહ્યા છે. જો કે, આ બધા વચ્ચે પણ હજુ યુક્રેન સાથે વાતચીત છતાં કીવમાં શનિવારે પણ ભીષમ બોમ્બમારો શરૂ રહ્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહશે કે યુક્રેનને લઈને પુતિનના કેવા કેવા ઈરાદા છતા થાય છે અને 25 દિવસથી ચાલી રહેલા વોરમાં કેવા ફેરફાર જોવા મળે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ