બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિનનું કોને સમર્થન? આ છે રશિયન રાષ્ટ્રપતિના મનપસંદ નેતા
Last Updated: 11:32 PM, 5 September 2024
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બર 2024ના રોજ યોજાનારી છે. આ ચૂંટણીને સમગ્ર વિશ્વમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેનું પરિણામ વૈશ્વિક રાજકારણ, વેપાર, સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં ઊંડો પ્રભાવ પાડી શકે છે. ખાસ કરીને આ ચૂંટણી રશિયા માટે પણ મહત્વપૂર્ણ છે, જે યુદ્ધમાં અમેરિકા સમર્થિત યુક્રેન સામે લડી રહ્યું છે. તેવામાં પ્રશ્ન ઉઠે છે કે રશિયન રાષ્ટ્રપતિ કયા ઉમેદવારને આગળ જોઈ રહ્યા છે?
ADVERTISEMENT
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ અંગે ખુલાસો કર્યો છે. પુતિને અણધારી રીતે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તુલનામાં સમર્થન આપવાનું જાહેર કર્યું છે. તેમણે આ જાહેરાત 5 સપ્ટેમ્બરે વ્લાદિવોસ્ટોકમાં યોજાયેલી પૂર્વ આર્થિક મંચ (Eastern Economic Forum) દરમિયાન કરી. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે બાઇડન પ્રશાસને રશિયા પર આક્ષેપ કર્યો કે તે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિનના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓનો ઉદભવ થયો છે, કારણ કે પહેલા રશિયા અને ટ્રમ્પ વચ્ચે સારા સંબંધોની ચર્ચા થતી હતી.
'રશિયા નવા ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપવા માટે સંપૂર્ણપણે તૈયાર'
ADVERTISEMENT
અમેરિકન આક્ષેપોના બીજા જ દિવસે, પુતિને જોર આપી કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડન ફરીથી ચૂંટણી માટે રેસમાં હતા, ત્યારે તેઓ દેશના "મનપસંદ" નેતા હતા. તેમણે જણાવ્યું કે, જુલાઈમાં બાઇડને જાતે ચૂંટણી દોડમાંથી પોતાને દૂર કર્યું અને જવાબદારી કમલા હેરિસને સોંપી, તો હવે રશિયા તેમને જ સમર્થન આપશે. પુતિને કહ્યું કે રશિયા નવા ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
'બાઇડન અમારા મનપસંદ નેતા, તેમણે કહ્યુ છે એટલે કમલા હરિસને સમર્થન આપીશું'
ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું, "મેં તમને અમારા મનપસંદ નેતા વિશે જણાવ્યું છે.. જેમાં હું વર્તમાન રાષ્ટ્રપતિ બાઇડનનું નામ લઉં છું. તેઓ રેસમાંથી બહાર થયા છે, પરંતુ તેમણે તેમના તમામ સમર્થકોને કમલા હેરિસને સમર્થન આપવા ભલામણ કરી છે. તેથી અમે પણ એ જ કરશું. અમે તેમનું (કમલા હેરિસનું) સમર્થન કરીશું." જોકે, તેમણે ત્યારબાદ કહ્યું કે તેમના “મનપસંદ” નેતાને પસંદ કરવાની શક્તિ અમેરિકન લોકોમાં જ રહેલી છે. તેમણે ઉમેર્યું કે રશિયા “તે પસંદગીનું સન્માન કરશે (જેને અમેરિકન લોકો પસંદ કરશે).”
પુતિને કહ્યું ટ્રમ્પે રશિયા સામે બહુ પ્રતિબંધો મુક્યા હતા
હેરિસ વિ. ટ્રમ્પના મુદ્દે આગળ બોલતા પુતિને જણાવ્યું કે રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (ડોનાલ્ડ ટ્રમ્પ)એ "રશિયા સામે એટલા બધા પ્રતિબંધો મૂક્યા છે જેટલા પહેલા કોઈ રાષ્ટ્રપતિએ નહીં મૂક્યા હોય. જો કમલા હેરિસ સારું કરી રહ્યાં છે, તો કદાચ તે આવું કરવાથી દુર રહેશે." જોકે, ટ્રમ્પ પુતિનની ઘણીવાર પ્રશંસા કરી ચૂક્યા છે, પરંતુ પુતિન બાઇડનને "વધારે અનુભવી, વધારે પરિપક્વ નેતા ગણાવે છે.
આ પણ વાંચોઃ PM મોદીનો પ્રયાસ ફળ્યો ! 'યુક્રેન યુદ્ધમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે', પુતિનનું એલાન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પીએમનો અમેરિકા પ્રવાસ / આગામી અઠવાડિયે જ ડોનાલ્ડ ટ્રમ્પની થશે PM મોદી સાથે મુલાકાત, કારણ ચોંકાવનારું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.