Vastu Dosh: હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ મહત્વ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરની દિશાઓ પણ પિતૃઓને સમર્પિત હોય છે. તેના માટે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ખાસ મહત્વ
ઘરની દિશાઓ પણ પિતૃઓને સમર્પિત
અમુક વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન
હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે 15 દિવસ ચાવતા પિતૃપક્ષમાં પિતૃઓનું આગમન થાય છે. માટે આ દિવસે પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ વગેરે કરવું ખૂબ જ જરૂરી છે.
પરંતુ શું તમે જાણો છો કે ઘરની દિશાઓ પણ પિતૃઓને સમર્પિત હોય છે. તેના માટે આપણે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ વાતોનું ધ્યાન ન રાખ્યું તો ઘરમાં પિતૃ દોષ થઈ શકે છે. તેની સાથે જ આર્થિક તંગી જેવી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.
આ દિશામાં લગાવો પિતૃઓની તસવીર
ઘરમાં દિશાઓનું ખાસ મહત્વ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશા યમની હોય છે. તેના કારણે આ દિશામાં પિતૃઓના ફોટો લગાવવા યોગ્ય હોય છે. જોકે ફોટોને લગાવતી વખત એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃઓનું મુખ દક્ષિણ દિશામાં હોય કારણ કે ફોટો ઉત્તર દિશાની દિવાલ પર લગાયેલો હોવો જોઈએ.
અહીં ભુલથી પણ ન લગાવો પિતૃઓનો ફોટો
ઘરમાં બેડરૂમ કે ડ્રોઈંગ રૂમમાં પિતૃઓનો ફોટો લગાવવો શુભ નથી માનવામાં આવતો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ જગ્યાઓ પર ફોટો લગાવવાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેના ઉપરાંત ઘર પરિવારમાં અલગ અલગ પ્રકારની બિમારીઓનો ખતરો વધે છે.
ઘરમાં કેટલા ફોટો લગાવવા યોગ્ય?
વાસ્તુ અનુસાર ઘરમાં પિતૃઓના ફોટો લગાવવા પહેલા ઘણી સાવધાની રાખવી પણ જરૂરી છે. જણાવી દઈએ કે ઘરમાં પિતૃઓનો એકથી વધારે ફોટો ન લગાવવો જોઈએ. કારણ કે એકથી વધારે ફોટો હોવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓના દાખલ થવાનો ખતરો વધે છે. તેના કારણે આમ ન કરવું જોઈએ.
પિતૃઓનો મળે છે આશીર્વાદ
15 દિવસ ચાલતા પિતૃપક્ષનું ખાસ મહત્વ હોય છે. તેના ઉપરાંત સમય સમય પર તેને યાદ કરતું રહેવું પણ યોગ્ય માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર પિતૃઓનો શ્રાદ્ધ કરવાથી તે ખુશ થાય છે. તેના કારણે આપણને તેમનો આશીર્વાદ મળે છે. સાથે જ જીવન પણ સુખમય થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)