બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:10 PM, 13 December 2024
હૈદરાબાદનાં સંધ્યા થિયેટરમાં પુષ્પા-2 નાં પ્રી-પ્રિમિયર વખતે થયેલ નાસભાગમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. તે બાબતે પોલીસે થીયેટર માલિક તેમજ અલ્લુ અર્જુન સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. જે બાદ આજે પોલીસ દ્વારા અલ્લુ અર્જુનની ધરપકડ કરતા તેનાં ચાહકોમાં રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
જ્યાં એક તરફ અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' ને થિયેટરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ સમાચાર ચાહકોને ચોંકાવી શકે છે. હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે સાંજે ફિલ્મનો પેઇડ પ્રીમિયર શો યોજાયો હતો. અલ્લુ આ પ્રીમિયરમાં જાણ કર્યા વગર આવ્યો હતો. અભિનેતાને જોવા માટે તેના ચાહકોની ભીડ ઉમટી પડી હતી. જે બાદ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં મહિલાનું મોત થયું હતું જ્યારે તેનો 9 વર્ષનો પુત્ર હોસ્પિટલમાં દાખલ છે. હવે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં આરોપી અલ્લુ અર્જુન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
A boy lost consciousness in a stampede during the premiere show of #Pushpa 2 at Sandhya Theatre, RTC Cross Road in #Hyderabad. His condition is reported to be critical. pic.twitter.com/PPZsRALe3V
— Sumit Jha (@sumitjha__) December 4, 2024
ADVERTISEMENT
શું છે આ 'પુષ્પા 2' હૈદરાબાદ નાસભાગનો મામલો?
આ સમગ્ર મામલો 4 ડિસેમ્બરનો છે. એટલે કે ફિલ્મ 'પુષ્પા 2' રિલીઝ થવાના એક દિવસ પહેલા. આ ફિલ્મનું પ્રી-પ્રીમિયર પેઇડ સ્ક્રીનિંગ સંધ્યા થિયેટરમાં યોજાયું હતું. જ્યાં અભિનેતા તેના ચાહકોને સરપ્રાઈઝ આપવા પહોંચ્યો હતો. અભિનેતાને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. નાસભાગ મચી ગઈ. લાઠીચાર્જના અહેવાલો પણ આવ્યા હતા. આ નાસભાગમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે 9 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ફિલ્મમાં અલ્લુ સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે.
અલ્લુ અર્જુનને મુખ્ય આરોપી બનાવ્યો હતો
અહેવાલ મુજબ પોલીસ અલ્લુ અર્જુનને આ કેસમાં મુખ્ય આરોપી બનાવી શકે છે. સંધ્યા થિયેટર સામે કેસ નોંધવામાં આવ્યો છે.
#WATCH | Telangana: Fans of actor Allu Arjun thronged the Sandhya theatre in Hyderabad ahead of the premiere show of his film 'Pushpa 2: The Rule' tonight. Police resorted to mild lathicharge to control the crowd. pic.twitter.com/jhRvfB7D3m
— ANI (@ANI) December 4, 2024
પુષ્પાના પ્રીમિયરમાં નાસભાગ, મહિલાનું મોત
બુધવારે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં સ્ક્રીનિંગ માટે ગયા હતા. એવામાં સ્થિતિમાં થિયેટરની બહાર એકઠા થયેલા લોકોમાં પુષ્પાને જોવા માટે એવી હોબાળો મચી ગયો. અભિનેતાની એક ઝલક મેળવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું, જ્યારે તેમનો પુત્ર હજુ પણ બેભાન અવસ્થામાં છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેણે બધાને ચોંકાવી દીધા.
એક બાળક બેહોશ થઈ ગયું
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુષ્પા 2 ના પ્રીમિયરમાં આવેલ એક બાળક નાસભાગમાં બેહોશ થઈ ગયો. તેને ખોળામાં લઈ જઈ રહેલા તેના પરિવારના સભ્યો ખૂબ જ વ્યથિત દેખાય છે અને પોલીસ પણ તેમની મદદ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકો છો કે બાળકના પરિવારના સભ્યો તેને CPR આપતા જોવા મળી રહ્યા છે.
વધુ વાંચોઃ Bandish Bandits 2 સિરીઝની બોલબાલા, દર્શકોને લાગી હટકે, જાણો ફર્સ્ટ રિવ્યૂ
આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને તેના વિશે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT