બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અલ્લુ અર્જુના ફેન્સ માટે ખરાબ સમાચાર, પુષ્પા 2ની રિલીઝ પર આવ્યું મોટું અપડેટ
Last Updated: 06:53 PM, 3 August 2024
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાગે છે કે ફરી એકવાર 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી શકે છે. જો કે હાલ સોશિયલ મીડિયા પર આ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે નિર્માતા દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા પણ ફિલ્મના શૂટિંગમાં વિલંબને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.આ ફિલ્મ શરૂઆતમાં 15 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ પછી તેને ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
ADVERTISEMENT
હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ફરી એકવાર મુલતવી રાખવામાં આવી શકે છે. એક સમાચાર અનુસાર ફિલ્મ વર્તુળોમાં એવી ચર્ચા છે કે ફહાદ ફાસિલ ફિલ્મની રિલીઝમાં વિલંબનું કારણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ફિલ્મના શૂટિંગ માટે બલ્કમાં તારીખો આપી નથી. આ વિશે વધુ માહિતી આપતાં જણાવાયું હતું કે અગાઉ ફહાદે તેની બે મલયાલમ ફિલ્મો 'પુષ્પા 2' માટે મુલતવી રાખી હતી. પરંતુ મેકર્સે 'પુષ્પા 2'ને 6 ડિસેમ્બર સુધી મુલતવી રાખતાં જ ફહાદ ગુસ્સે થઈ ગયો. ગુસ્સાને કારણે ફહાદ હવે શૂટિંગ માટે તારીખો આપી રહ્યો નથી, કારણ કે હવે તેણે તેની મલયાલમ ફિલ્મોમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં 'પુષ્પા 2'નું શૂટિંગ વિલંબમાં પડી રહ્યું છે.
ADVERTISEMENT
એવી ચર્ચા છે કે આ ફિલ્મ ફરી એકવાર મુલતવી રાખવામાં આવી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે, હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મને લઈને વધુ શું અપડેટ્સ બહાર આવે છે અને મેકર્સ ફાઈનલ રિલીઝ ડેટ ક્યારે જાહેર કરશે. એવા પણ સમાચાર છે કે આ ફિલ્મના નવા શેડ્યૂલનું શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં ટૂંક સમયમાં શરૂ થશે. જો કે, ફહાદ આ શૂટિંગનો ભાગ બનશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. જોકે, રશ્મિકા મંદાન્ના આ ફિલ્મમાં ફરી એકવાર અલ્લુ અર્જુન સાથે જોવા મળશે. ચાહકો ત્રણ વર્ષથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. જ્યારે 'પુષ્પા'નો પહેલો ભાગ રિલીઝ થયો ત્યારે અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા પણ આ ફિલ્મ દ્વારા ફેમસ થઈ ગઈ હતી. અલ્લુ સમગ્ર ભારતનો અભિનેતા બની ગયો હતો અને રશ્મિકાને નેશનલ ક્રશનો ટેગ મળ્યો હતો. ફહાદ ફાસિલના પાત્રે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ તસવીરમાં તેણે IPS ભંવર સિંહ શેખાવતની ભૂમિકા ભજવી હતી. અગાઉના ભાગમાં તેનો સ્ક્રીન ટાઈમ ઓછો હતો, પરંતુ આ વખતે તેનો રોલ મોટો થવાનો છે.
વધુ વાંચો : જ્યારે રોયલ ફેમિલીની આ હસીનાનો પ્રાઇવેટ વીડિયો થઇ ગયેલો લીક, છોડવું પડેલું બોલિવુડ, હવે કરે છે આ કામ
'પુષ્પા' ફિલ્મ બનાવવામાં મેકર્સે અંદાજે 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ફિલ્મે બજેટ કરતા 2.5 ગણી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 350 કરોડથી વધુની કમાણી કરી હતી. Mythri Movie Makersના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું હતું. બીજા ભાગના નિર્દેશનની જવાબદારી પણ તે નિભાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.