બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / પુષ્પા 2 રિલીઝના પહેલા જ દિવસે ઘટી દુર્ઘટના, થિયેટરમાં ચાહકોએ કરી પડાપડી, ભાગદોડમાં મહિલાનું મોત

મનોરંજન / પુષ્પા 2 રિલીઝના પહેલા જ દિવસે ઘટી દુર્ઘટના, થિયેટરમાં ચાહકોએ કરી પડાપડી, ભાગદોડમાં મહિલાનું મોત

Last Updated: 08:36 AM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે નાસભાગ મચી ગઈ અને લોકો ઘાયલ થયા, જયારે એક મહિલાનું મોત થયું છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. અલ્લુ અર્જુનની ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મ થિયેટરોમાં રીલીઝ થઈ ગઈ છે, પણ આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે કે ફિલ્મના પ્રીમિયરમાં નાસભાગને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો. હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર ગઈકાલે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. પ્રીમિયરમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને ભીડમાં કચડાઈ જવાને કારણે તેનું બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. જયારે આ નાસભાગમાં ઘણા લોકો ઘાયલ થયા છે.

પુષ્પાના પ્રીમિયરમાં નાસભાગ, મહિલાનું મોત

બુધવારે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં સ્ક્રીનિંગ માટે ગયા હતા. એવામાં સ્થિતિમાં થિયેટરની બહાર એકઠા થયેલા લોકોમાં પુષ્પાને જોવા માટે એવી હોબાળો મચી ગયો. અભિનેતાની એક ઝલક મેળવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું, જ્યારે તેમનો પુત્ર હજુ પણ બેભાન અવસ્થામાં છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેણે બધાને ચોંકાવી દીધા.

PROMOTIONAL 8

એક બાળક બેહોશ થઈ ગયું

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુષ્પા 2 ના પ્રીમિયરમાં આવેલ એક બાળક નાસભાગમાં બેહોશ થઈ ગયો. તેને ખોળામાં લઈ જઈ રહેલા તેના પરિવારના સભ્યો ખૂબ જ વ્યથિત દેખાય છે અને પોલીસ પણ તેમની મદદ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકો છો કે બાળકના પરિવારના સભ્યો તેને CPR આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, શૂટિંગ સાઈટ પર ઘુસ્યો અજાણ્યો શખ્સ, લોરેન્સ બિશ્નોઈના નામે આપી ધમકી

આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને તેના વિશે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Allu Arjun Stampede in Hyderabad Pushpa 2 Release
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ