બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / પુષ્પા 2 ફ્રી જોવાના ચક્કરમાં ન પડતા, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે, જાણો કારણ

મનોરંજન / પુષ્પા 2 ફ્રી જોવાના ચક્કરમાં ન પડતા, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે, જાણો કારણ

Last Updated: 09:43 AM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ' રિલીઝ થઈ ગઈ છે. જો કે તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગયા બાદ થોડા જસ અમેમ તે ઘણા બધા પાયરસી પ્લેટફોર્મ પર લીક થઈ ગઈ હતી અને મફતમાં ડાઉનલોડ માટે અવેલેબલ થઈ ગઈ હતી.

પુષ્પા 2 ફિલ્મના રિલીઝ પહેલાથી જ તેની એડવાંન્સ ટિકિટ બુક થઈ ગઈ છે ત્યારે જે લોકો ફિલ્મ જોવા ઉત્સુક છે તેમને ટિકિટ મળવામાં તકલીફ થાય તો તેવામાં જો મફતમાં ફિલ્મ જોવા મળી જાય તો થિયેટર સુધીનો ધક્કો ખાવામાં રાહત મળી જાય, જો આ વિચારથી તમે પણ ફ્રી માં ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા હોવ તો ચેતી જજો, ક્યાંક મફતનું તમને મોંઘું ના પડી જાય.

પુષ્પા 2 થઈ લીક

ફિલ્મ રિલીઝ થયાના થોડાક જ કલાકોમાં 1080p, 720p, 480p અને એચડી ફોર્મેટમાં તમિલ રોકર્ઝ, ફિલ્મીઝીલા, મૂવીરૂલઝ, તમિલયોગી જેવી પાયરસી વેબસાઇટ પર લીક થઈ છે જ્યાં તે મફતમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

વધુ વાંચો: પુષ્પા 2એ પહેલા દિવસે કરી અધધ કમાણી, KGF 2 અને RRRનો તોડ્યો રેકોર્ડ, છાપ્યા આટલા કરોડ

ફ્રી ડાઉનલોડથી આ જોખમ

  • પાયરસી સાઇટ્સમાં ઘણીવાર ખતરનાક સૉફ્ટવેર હોય છે જે તમારા કમ્પ્યુટરને નષ્ટ કરી શકે છે આ સાઇટ્સની મુલાકાત લેવાથી વાયરસ તમારા કમ્પ્યુટરમાં પ્રવેશી શકે છે, જે તમારી ફાઇલોને નુકસાન પહોંચાડી શકે છે વધુમાં, કેટલીક સાઇટ્સમાં એવા સૉફ્ટવેર હોય છે જે તમારી વ્યક્તિગત માહિતી, જેમ કે તમારી બેંક એકાઉન્ટ વિગતો અથવા તમારા પાસવર્ડ્સ ચોરી શકે છે. કેટલીક સાઇટ્સમાં ખતરનાક સૉફ્ટવેર પણ હોય છે જે તમારા કમ્પ્યુટરને લૉક કરે છે અને પછી પૈસા માંગે છે.
  • પાયરસી વેબસાઈટ પરથી મૂવી કે ગીતો ડાઉનલોડ કરવું ગેરકાયદેસર છે. જો તમે આવું કરો છો, તો તમારે દંડ ભરવો પડી શકે છે અથવા જેલ પણ જઈ શકે છે. આ સિવાય તમારું ઇન્ટરનેટ કનેક્શન પણ બંધ થઈ શકે છે.
  • પાયરસી સાઇટ્સની મુલાકાત લેવાથી તમને સસ્તું મોંઘું પડી શકે છે. આ સાઇટ્સ પહેલા મફતમાં મૂવી અને ગીતો આપે છે, પરંતુ પછીથી તેઓ તમારી પાસેથી પૈસા પડાવે છે. કેટલીક સાઇટ્સ તમારી ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી શકે છે અને તમારા પૈસા ચોરી શકે છે.
  • પાયરસી દ્વારા મેળવવામાં આવતી ફિલ્મો અને સોફ્ટવેરની ગુણવત્તા ખૂબ જ નબળી છે. પાઇરેટેડ મૂવીઝ મોટાભાગે સિનેમાઘરોમાં ગેરકાયદેસર રીતે રેકોર્ડ કરવામાં આવે છે, જેના કારણે વિડિયો અને ઑડિયોની ગુણવત્તા ઘણી નબળી હોય છે.
  • પાયરસી વેબસાઈટમાં ઘણીવાર એવી વસ્તુઓ હોય છે જે બાળકો માટે સારી નથી. આ સાઇટ્સ પર આવી જાહેરાતો દેખાય છે જે અશ્લીલ છે. વધુમાં, કેટલીક સાઇટ્સ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.
  • પાયરસી સાઇટ્સ તમારી અંગત માહિતી ચોરી શકે છે. જ્યારે તમે આ સાઇટ્સની મુલાકાત લો છો, ત્યારે તેઓ તમારી માહિતીને ટ્રૅક કરે છે અને તેને વેચી શકે છે. તેનાથી તમને નુકસાન થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pushpa 2 leak Free Download Piracy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ