બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / માત્ર ભારત નહીં, વિદેશમાં પણ પુષ્પા 2એ ડંકો વગાડ્યો, પહેલા જ દિવસે તોડી નાખ્યા 11 રેકોર્ડ

મનોરંજન / માત્ર ભારત નહીં, વિદેશમાં પણ પુષ્પા 2એ ડંકો વગાડ્યો, પહેલા જ દિવસે તોડી નાખ્યા 11 રેકોર્ડ

Last Updated: 11:40 AM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુષ્પા 2 ના રિલીઝની સાથે જ હવે અલ્લુ અર્જુન ઑફિશિયલી ભારતીય સિનેમાનો કિંગ બની ગયો છે. તેની એક્શન ડ્રામા ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર સૌથી મોટા ઓપનિંગ સાથે રેકોર્ડ સર્જ્યો છે.

સુકુમાર અને સુપર સ્ટાર અલ્લુ અર્જુનની જોડીએ બોક્સ ઓફિસ પર જાણે રિતસરનો કબજો કર્યો છે, ફીઓલમની રિલિઝન દિવસે જ બંને બોક્સ ઓફિસ કિંગ બની ગયા છે અને તેમની ફિલ્મ પુષ્પા 2 એ એક નવો ઇતિહાસ સર્જ્યો છે. અલગ-અલગ ભાષાઓ થઈને પહેલા જ દિવસે ફિલ્મે લગભગ 175 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે ત્યારે બીજા પણ કેટલાક રેકોર્ડ્સ તેણે પોતાના નામે કર્યા છે.

'પુષ્પા 2 ધ રુલ' ફિલ્મે બનાવ્યા આ રેકોર્ડ્સ

  1. પુષ્પા 2 વિશ્વભરના બોક્સ ઓફિસ પર સૌથી મોટી ઓપનિંગ કરનારી ભારતીય ફિલ્મ બની જેણે રાજામૌલીની ફિલ્મ RRRનો 223 કરોડ રૂપિયાની કમાણીનો રેકોર્ડ તોડ્યો.
  2. પુષ્પા 2 ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે RRR ના 156 કરોડ રૂપિયાની કમાણીના આંકડાને વટાવી દીધો.
  3. પુષ્પા 2 પ્રીમિયર સહિત ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 200 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની.
  4. પુષ્પા 2 એક જ દિવસમાં તેલુગુ અને હિન્દી ભાષામાં 50 કરોડની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની, તેણે તેલુગુમા 85 કરોડ રૂ અને હિન્દીમાં 67 કરોડ રૂ નો બિઝનેસ કાર્યો.
  5. પ્રભાસની કલ્કિ 2898 એડીને પાછળ મૂકીને વર્ષ 2024 ની પહેલી ભારતીય ફિલ્મ બની જેણે આટલી મોટી વૈશ્વિક ઓપનિંગ કરી હોય.
  6. અલ્લુ અર્જુન માટે સૌથી મોટી ભારતીય , વિદેશી અને વિશ્વવ્યાપી ઓપનિંગ ફિલ્મ બની.
  7. દિગ્દર્શક સુકુમાર માટે સૌથી મોટી ભારતીય , વિદેશી અને વિદેશી ઓપનિંગ ફિલ્મ બની.
  8. તો લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના માટે પણ સૌથી મોટી ભારતીય , વિદેશી અને વિશ્વવ્યાપી ઓપનિંગ ફિલ્મ બની.
  9. 67 કરોડ રૂની કમાણી સાથે હિન્દી ભાષાની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ બનાવ્યો જેણે કિંગખાનની જવાનના પ્રથમ દિવસના કલેક્શન 65.5 કરોડને પણ પાછળ છોડ્યું.
  10. કોઈપણ રજા કે તહેવાર વગર ચાલુ દિવસે સૌથી મોટી ઓપનર ફિલ્મ બની.
  11. સાઉથ ઇન્ડસ્ટ્રીની પહેલી ફિલ્મ બની પુષ્પા 2 જેણે હિન્દી બોક્સ ઓફિસ પર આટલી મોટી ઓપનિંગ મેળવી હોય.

વધુ વાંચો: પુષ્પા 2 ફ્રી જોવાના ચક્કરમાં ન પડતા, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે, જાણો કારણ

'પુષ્પા'ની સિક્વલ 'પુષ્પા 2'

સુકુમાર દ્વારા નિર્દેશિત 'પુષ્પા 2' વર્ષ 2021ની બ્લોકબસ્ટર 'પુષ્પા ધ રાઇઝ'ની સિક્વલ છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુને પુષ્પારાજના કેરેક્ટરમાં જે રીતે અભિનય કર્યો છે તેના દર્શકો વખાણ કરતાં થાકતા નથી તો ફહાદ ફાસિલે પણ ભંવર સિંહ શેખાવતના કેરેક્ટરને ખૂબ સુંદર ભજવીને વાહવાહી મેળવી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pushpa 2 Box Office History World Wide Grand Opening
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ