બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:12 PM, 10 December 2024
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ બાદથી આ ફિલ્મ આખી દુનિયામાં પોતાનાનો ડંકો વગાડી રહી છે. સ્થિતિ એ છે કે આ પાન ઈન્ડિયા ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. પુષ્પા 2 એ અત્યાર સુધી ઓસ્કર વિનિંગ ફિલ્મ 'આરઆરઆર', 'જવાન', 'સ્ત્રી 2', 'એનિમલ' અને 'પઠાન' જેવી ઘણી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે. જોકે એક જગ્યા એવી છે કે જ્યાં અલ્લુ અર્જુનની ફિલ્મ ફ્લોપ રહી છે.
ADVERTISEMENT
40 કરોડ બજેટ વાળી ફિલ્મે પછાળી પુષ્પા 2
જાણાવી દઈએ કે પેન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા 2 હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. આમ તો આ ફિલ્મ હિન્દી સિવાય અન્ય ભાષામાં માપે-માપે ધમાલ બતાવી રહી છે, પરંતુ કન્નડ ભાષામાં રિલીઝ થયેલી આ માત્ર 40 કરોડના બજેટ વાળી ફિલ્મ 'બઘીરા' સામે ફ્લોપ સાબિત થઈ ગઈ છે. એવું અમે નહીં પણ ફિલ્મના કલેક્શન જાતે બતાવી રહ્યા છે.
ADVERTISEMENT
ઓકટોબરમાં રિલીઝ થઈ બઘીરા
31 ઓક્ટોબર 2024 એ રીલીઝ થયેલી શ્રી મુરલી અને રુક્મિણી વસંત સ્ટારર ફિલ્મ 'બઘીરા' થિયેટરમાં રિલીઝ થઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડો. સૂરિ લેખિત અને નિર્દેશિત, પ્રશાંત નીલની કહાની પર આધારિત ફિલ્મનું બજેટ કૂલ 40 કરોડ રૂપિયા છે. ફિલ્મને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી, જેને પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર કુલ 2.55 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી.
બઘીરા નું પહેલા વિકેન્ડનું કલેક્શન
Sacnilk ની રિપોર્ટ્સ અનુસાર, 'બઘીરા' રિલીઝના બીજા દિવસે 2.9 કરોડ, ત્રીજા દિવસ 3.2 કરોડ, ચોથા દિવસે 2.85 કરોડ રૂપીયા કમાણી કરી હતી. પેહલા વિકેન્ડ પર આ ફિલ્મ માત્ર 3.55 કરોડ રૂપીયા જ કમાવી શકી હતી ત્યારે આનું કુલ કલેક્શન 20.05 કરોડ રૂપિયા રહ્યું છે. આ કમાણી સાથે ફિલ્મ ફ્લોપ સાબિત થઈ શકે છે.
વધુ વાંચો: અક્ષય કુમારે ચાહકોને કર્યા નિરાશ, વર્ષ 2025 નહીં 2026ની આ તારીખે રીલીઝ થશે 'ભૂત બંગલા'
પુષ્પા 2 નું પહેલા વિકેન્ડનું કલેક્શન
આશ્ચર્યજનક વાત એ છે કે પુષ્પા 2 આ ફિલ્મની આગળ પોતાનો જાદુ ચલાવી શકી નથી. અલ્લુ અર્જુનની કન્નડ ભાષામાં ફિલ્મે પહેલા દિવસે માત્ર 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે 65 લાખ કમાવ્યા છે જ્યારે ત્રીજા દિવસે 80 લાખ કમાવ્યા. ચોથા દિવસે 1.1 કરોડની કમાણી સાથે પુષ્પા 2નું કુલ કલેક્શન માત્ર 1.95 કરોડો રહ્યું છે જે 'બઘીરા' થી ઘણું ઓછું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.