Pushpa 2 Allu Arjun Rashmika Mandanna pushpa 2 teaser pushpa 2 teaser release date pushpa 2 teaser on allu arjun birthday pushpa 2 release date
થઈ જાઓ તૈયાર /
અલ્લુ અર્જુનના ફેન્સ માટે મોટી સરપ્રાઇઝ: આ દિવસે જોવા મળશે પુષ્પા 2ની પહેલી ઝલક
Team VTV02:45 PM, 21 Mar 23
| Updated: 01:09 PM, 28 Mar 23
અલ્લુ અર્જુનના ચાહકોને એક મોટી સરપ્રાઈઝ મળવા જઈ રહી છે. અભિનેતાના જન્મદિવસના અવસર પર 'પુષ્પા 2'નું મોસ્ટ અવેટેડ ઓફિશિયલ ટીઝર રિલીઝ થશે. નિર્માતાઓએ તેની જાહેરાત કરી છે.
અલ્લુ અર્જુનના ફેન્સ માટે સારા સમાચાર
અભિનેતાના જન્મ દિવસે રિલીઝ થશે 'પુષ્પા 2' ટીઝર
નિર્માતાઓએ આપી ટીઝર રિલીઝની માહિતી
તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત સ્ટાર અલ્લુ અર્જુનની છેલ્લી રિલીઝ ફિલ્મ પુષ્પા બ્લોક બસ્ટર હતી. આ સાથે અલ્લુ દેશનો સૌથી વધુ ડિમાન્ડ...
અલ્લુ અર્જુનના ફેન્સ માટે સારા સમાચાર
અભિનેતાના જન્મ દિવસે રિલીઝ થશે 'પુષ્પા 2' ટીઝર
નિર્માતાઓએ આપી ટીઝર રિલીઝની માહિતી
તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત સ્ટાર અલ્લુ અર્જુનની છેલ્લી રિલીઝ ફિલ્મ પુષ્પા બ્લોક બસ્ટર હતી. આ સાથે અલ્લુ દેશનો સૌથી વધુ ડિમાન્ડ ધરાવતો ઈન્ડિયન સ્ટાર બની ગયો છે. પુષ્પાનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મ આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં લાલ ચંદનની દાણચોરીના રેકેટની વાર્તા પર બનાવવામાં આવી હતી. અલ્લુ અર્જુને ફિલ્મમાં પુષ્પા રાજ નામની ભૂમિકા ભજવી હતી. અલ્લુએ આ પ્રોજેક્ટ માટે પોતાના જબરદસ્ત મેકઓવરથી દર્શકોને ચોંકાવી દીધા હતા. અને હવે ચાહકો આતુરતાથી પુષ્પા 2 ની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ અલ્લુ તેના જન્મદિવસ નિમિત્તે ચાહકોને મોટું સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે.
પુષ્પા 2 નું ટીઝર અલ્લુ અર્જુનના જન્મદિવસ પર રિલીઝ થશે
પુષ્પા 2 નું મોસ્ટ અવેટેડ ઑફિશિયલ ટીઝર તાજેતરમાં શૂટ કરવામાં આવ્યું હતું. આખરે તેને રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. મળતી માહિતી મુજબ મોસ્ટ અવેટેડ પુષ્પા 2 નું ટીઝર આ વર્ષે 8 એપ્રિલે અલ્લુ અર્જુનના 41મા જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવશે. નિર્માતાઓએ તાજેતરમાં એક ખાસ પોસ્ટર સાથે આ માહિતી શેર કરી હતી. 3 મિનિટની ક્લિપ 8મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
3 minute clip releasing on 8th April. The video will describe the plot/concept around which #Pushpa2 is made. Easily one of the most hyped films. pic.twitter.com/ggq0G591Pd
મળતી માહિતી મુજબ પુષ્પા 2 ના સત્તાવાર ટીઝરમાં 3 મિનિટનો કોન્સેપ્ટ વીડિયો હશે જેમાં એક્શન હશે. આમાં લીડિંગ મેન અલ્લુ અર્જુન હશે. ભલે પહેલા ટીઝર વિશે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ અફવાઓ અનુસાર અલ્લુ અર્જુનના ચાહકોને સુકુમાર દિગ્દર્શિત ફિલ્મના ફર્સ્ટ લૂક વીડિયોમાં ખાસ સરપ્રાઈઝ મળવા જઈ રહી છે.
હવે તે જાન્યુઆરી 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે નહીં
પ્રોજેક્ટની નજીકના એક સૂત્રએ માહિતી આપી હતી કે સુકુમારના પરફેક્શનિઝમને કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થશે. દિગ્દર્શક શૂટ પૂર્ણ કરવા માટે ઉતાવળ કરવા માંગતા નથી અને તેથી નિર્માતાઓએ માર્ચ-એપ્રિલ 2024માં પુષ્પા 2 રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ફહદ ફાસીલ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.