બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / પુષ્પા 2ની સસ્તી ટિકિટ શોધી રહ્યા છો? અહીં 100 રૂપિયામાં ટિકિટ લેવા અલ્લૂ અર્જુનના ચાહકોની પડાપડી
Last Updated: 07:11 PM, 2 December 2024
5 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને દિવસે ને દિવસે આનો ક્રેઝ વધતો જાય છે. ફિલ્મની એડવાંન્સ બુકિંગ પણ જબરદસ્ત ચાલી રહી છે. એવામાં ટિકિટ ઘણી મોંઘી થઈ ગઈ છે. પરંતુ અહીં જાણીશું કે પુષ્પા 2ની સૌથી સસ્તી ટિકિટ પર કયા જોઈ શકાય છે.
ADVERTISEMENT
પુષ્પા 2 નો ક્રેઝ લોકોમાં ખૂબ છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની પૂરી આશા છે. એટલા માટે ફિલ્મની ટિકિટ ખૂબ મોંઘી વેચાઈ રહી છે. રાજધાની દિલ્હીમાં પુષ્પા 2ની ટિકિટ સૌથી મોંઘી 1800 રૂપિયામાં વેચાઈ રહી છે. દિલ્હીના આઇકોનીક સિંગલ સ્ક્રીન થિએટર્સ પર પુષ્પ 2ને ઓછી કિમતે જોઈ શકાય છે. દરિયાગંજ માં સિંગલ સ્ક્રીન ડીલાઇટ સિનેમા પર પુષ્પા 2ની ટિકિટ સૌથી સસ્તી છે, અહીં માત્ર 95 રૂપિયામાં ફિલ્મ જોઈ શકાય છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે આખા અમદાવાદમાં સૌથી સસ્તી ટિકિટ ડ્રાઈવ ઈન સિનેમામાં છે, અહીં કિંમત માત્ર 100 રૂપિયા આસપાસ છે. જ્યારે અન્ય વિસ્તારોની વાત કરી તો અમદાવાદના પ્રખ્યાત પેલેડિયમ મોલમાં પુષ્પા 2ની 2D માં સૌથી સસ્તી ટિકિટ 240 રૂપિયા છે અને 2D સૌથી મોંઘી 690 રૂપિયા છે. આ સિવાય એક્રોપોલિસ પીવીઆરમાં સૌથી સસ્તી ટિકિટ 220 રૂપિયા અને સૌથી મોંઘી ટિકિટ 720 રૂપિયા છે.
આ સિવાય જો પુષ્પા 2ની આ 4DXની ટિકિટ વિશે વાત કરીએ તો હાલ પૂરતું આખા અમદાવાદમાં માત્રને માત્ર એક્રોપોલિસ પીવીઆરમાં જ અવેલેબલ છે. જ્યાં તેની ટિકિટ સાવરાના શોની 900 રૂપિયા છે અને રાતના શોમાં જોવા જવું હોય તો 950 રૂપિયાની ટિકિટ ખરીદીને તમે પુષ્પા 2ની 4DX મજા માણી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT