બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:08 PM, 16 January 2025
વાસ્તુ શાસ્ત્રમાં પૈસાની જો કોઈ સમસ્યા હોય તો તેને લગતા ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે. એવામાં જો તમે પણ જાણવા માંગો છો કે, પાકીટમાં પૈસા બન્યા રહે અને એમાંય વધારો થાય તો આજે જ કરી લો આટલા ઉપાય.
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના પર્સમાં ફાટેલી નોટ, ફોટોગ્રાફ અથવા ખરાબ કાગળો રાખે છે, તો તેના પર્સમાં પૈસા નથી રહેતા. પૈસાની આવકમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં, તમારા પર્સમાંથી બિનજરૂરી વસ્તુઓ દૂર કરવી જોઈએ. તમે તમારા પર્સમાં લક્ષ્મી માતાનો કાગળનો ફોટો રાખી શકો છો, પરંતુ ફોટો બગડવા લાગે તો તરત જ તેને બદલી નાખો. તમારું પર્સ ક્યારેય ખાલી ના રાખો, તેમાં ઓછાં તો ઓછાં પણ પૈસા જરૂર રાખો. કેમ કે ખાલી પર્સ પૈસાની આવકને રોકી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પિતૃદોષથી છૂટકારો મેળવવો છે? તો ચિંતા છોડો, બસ મહાકુંભ દરમ્યાન કરી લો આ કાર્ય!
પર્સ સંબંધિત વાસ્તુ ટિપ્સઃ
પર્સમાં સિક્કા અને નોટો સાથે ન રાખો. તમારા પર્સમાં નોટ રાખો. બીજું કે, તમે સિક્કાને બીજા કોઈ ખિસ્સામાં રાખવાની આદત રાખો. પાકીટ ફાટેલું હોય તો તેને દૂર કરી નાખો. તમારા પર્સમાં પૈસા હંમેશા વ્યવસ્થિત અને ખુલ્લી રીતે મૂકો, ફોલ્ડ કરેલી નોટો પૈસાને નુકસાન કરી શકે છે.
તમે તમારા પર્સમાં એક શ્રીયંત્ર રાખી શકો છો, જે દેવી લક્ષ્મીનું ભૌતિક સ્વરૂપ છે. પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે તે માટે તેમાં ચોખાના થોડા દાણા રાખો. તમારા પર્સમાં જૂનું બિલ ન રાખો. તમારા પર્સમાં દેવી લક્ષ્મી સિવાય અન્ય કોઈ દેવી-દેવતાઓના ફોટા કે તમારા પૂર્વજોના ફોટા ન રાખો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.