Purnesh Modi is currently the BJP MLA from Surat West
VTV વિશેષ /
'મોદી સરનેમ'..રાહુલ ગાંધીને સાંસદમાંથી પૂર્વ સાંસદ બનાવનાર પૂર્ણેશ મોદી છે કોણ? કેબિનેટ મંત્રી હતા ત્યારે એક ખાતું છીનવી લેવાયું હતું
Team VTV11:11 PM, 24 Mar 23
| Updated: 11:12 PM, 24 Mar 23
સુરત મહાનગરપાલિકામાં પૂર્ણેશ મોદી વર્ષ 2000થી 2005 સુધી કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે. આ સમય દરમિયાન તેઓ પાલિકામાં ભાજપના શાસક પક્ષના નેતા તરીકે પણ રહ્યા હતા.
પૂર્ણેશ મોદી વર્તમાનમાં સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય છે
2017માં પૂર્ણેશ મોદીને 1 લાખ 11 હજાર મત મળ્યા હતા
તેઓ સુરત મહા પાલિકાના કોર્પોરેટર રહી ચૂક્યા છે.
'મોદી સરનેમ' કેસમાં સુરત કોર્ટે ગુરૂવારે રાહુલ ગાંધીને સજા ફટકારી છે. જે બાદ જામીન પણ મળી ગયા હતા. જે સમગ્ર મામલો જણાવી દઈએ કે, પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કોણ છે પૂર્ણેશ મોદી તેમના વિશે તમને જણાવીએ તો તેઓ વર્તમાનમાં સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય છે. વર્ષ 2019માં કર્ણાટક ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' જે નિવેદનને લઈ પુર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી.
પૂર્ણેશ મોદી મજબૂત સંગઠન ધરાવે છે
સુરત મહાનગરપાલિકામાં પૂર્ણેશ મોદી વર્ષ 2000થી 05 સુધી કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે. આ સમય દરમિયાન તેઓ પાલિકામાં ભાજપના શાસક પક્ષના નેતા તરીકે રહ્યા હતા. આ સિવાય વર્ષ 2009-12 તથા 2013-16 દરમિયાન સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પુર્ણેશ મોદીનો પરિચય આપીએ તો તેઓનો જન્મ 22 ઓક્ટોબર 1965 સુરતમાં થયો હતો, તેમના પત્નીનું નામ બીનાબહેન છે. પૂર્ણેશ મોદી બીકોમ એલએલબી સુધી અભ્યાસ કરેલો છે. તેઓ વ્યવસાય વકીલ છે અને વર્તમાનમાં સુરત પશ્ચિમથી ધારાસભ્ય છે. તેઓ સુરતના અડાજણ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. ગુજરાતની તેરમી વિધાનસભાની પેટાચૂંટણી (2013-17) જીતીને પ્રથમ વખત ગૃહમાં પહોંચ્યા હતા. હકીકતમાં વર્ષ 2013માં તત્કાલિન ધારાસભ્ય કિશોરભાઈનું અવસાન થયું હતું. આ પછી જ્યારે પેટાચૂંટણી થઈ ત્યારે ભાજપે પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતાર્યા અને તેઓ જીત્યા હતા.
સંગઠન પર મજબૂત પકડ છે
વર્ષ 2017માં તેઓ કમળના નિશાન પર ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા હતાં. તમને જણાવી દઈએ કે, અગાઉ તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકરમાં કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. તેમજ ગુજરાત સરકારની આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિના સભ્ય તરીકે 12 ઓગસ્ટ 2016થી 2017 સુધી સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. તે પહેલા સુરત મહા પાલિકાના કોર્પોરેટર રહી ચૂક્યા છે. પૂર્ણશ મોદી વર્ષ 2009થી2012 અને 2013થી 2016માં સુરત નગર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2017માં પૂર્ણેશ મોદીને 1 લાખ 11 હજાર મત મળ્યા હતા
પૂર્ણેશ મોદીનું કેબિનેટ મંત્રી ખાતું છીનવાયું હતું
13 સપ્ટેમ્બર 2021માં ભૂપેન્દ્ર પટેલની સરકાર 14મી વિધાનસભામાં રચાઈ હતી. તે સરકારમાં પૂર્ણેશ મોદીને કેબિનેટ મંત્રી બનાવાયા હતા. જેમાં ઓગસ્ટ 2022માં અચાનક તેમની પાસેથી માર્ગ અને મકાનનું ખાતું છીનવી લેવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની પાસે વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસ અને યાત્રાધામ વિકાસનો વિભાગ રહ્યો હતો. બીજીવાર ચૂંટણી જીતીની નવી ભૂપેન્દ્ર પટેલ સરકાર રચાઈ તેમાં પૂર્ણેશ મોદીને કોઈ મંત્રાલય અપાયું ન હતું.