બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Purkshalan ceremony of Amba's own temple will be held at Ambaji tomorrow
Last Updated: 03:27 PM, 30 September 2023
ADVERTISEMENT
Ambaji Temple: યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે માં અંબાના નિજ મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. બપોરે 1:30 કલાક સુધી માં અંબાના દર્શન થશે. જે બાદ એટલે કે બપોરે 1:30 બાદ મંદિર બંધ કરવામાં આવશે. મહત્વનું છે કે, ભાદરવી પૂનમના મેળા બાદ ચોથના દિવસે દર વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિમાં મંદિર સહિત માતાજીના સોના-ચાંદીના ઘરેણા અને ચાંચર ચોકની સાફ-સફાઇ કરવામાં આવે છે.
ADVERTISEMENT
અંબાજી ખાતે યોજાશે પ્રક્ષાલન વિધિ
આ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મંદિરની પ્રણાલિક મુજબ તા- 01/10/2023 ભાદરવા વદ -2 (બીજ)ને રવિવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે 1:30 કલાકે શરૂ થશે, જેથી સદરહું દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય સવારે 07:10થી 11:30 સુધી અને બપોરે 12:30થી 01:30 સુધી રહેશે.
શું છે પ્રક્ષાલન વિધિ
- અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે.
- જેમાં અંબાજી નિજ મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર પરીસરની સાફ સફાઈ કરે છે.
- આ ખાસ કરીને અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 187 વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલા છે.
- આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે.
- માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળની ધોવામાં આવે છે.
- આ મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.